Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સઠવાવ ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવાના હસ્તે 374 વરિષ્ઠ નાગરિકોને રૂ.33.26 લાખનાં સહાયક સાધનોનું નિઃશુલ્ક વિતરણ : માંડવી, ઉમરપાડા અને માંગરોળ તાલુકાના લાભાર્થીઓને રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ સાધન સહાય અપાઈ : વડીલો અને દિવ્યાંગજનોનું જીવન વધુ સરળ અને સુગમ બનાવવાનો પ્રયાસ

Share

 

વાંકલ :

Advertisement

વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગજનો આત્મનિર્ભર બની સન્માનભેર જીવન જીવી શકે તેવા હેતુથી માંડવી તાલુકાના સઠવાવ ખાતે સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્ર સરકારના હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. (હુડકો) અને એલિમ્કોના સંયુક્ત ઉપક્રમે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) ફંડ હેઠળ સાંસદ પ્રભુભાઈ વસાવાના હસ્તે માંડવી, ઉમરપાડા અને માંગરોળ તાલુકાના 374 વરિષ્ઠ નાગરિકોને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત રૂ.33.26 લાખના ખર્ચે વિવિધ સહાયક ઉપકરણોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

સઠવાવ આશ્રમશાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને સાધન સહાય પૂરી પાડવી એ તેમની પ્રત્યે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાનો માનવતાવાદી પ્રયાસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા સંકલ્પ હેઠળ વડીલો અને દિવ્યાંગજનોના જીવનમાં ખુશીઓ લાવવા માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના માર્ગદર્શન હેઠળ 60 વર્ષથી વધુ ઉંમરના વડીલોને ગુણવત્તાયુક્ત સહાયક ઉપકરણો અને કૃત્રિમ અંગો પૂરા પાડવામાં આવે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સાધનોની નાણાકીય કિંમત કરતાં વડીલોને રોજિંદા જીવનમાં મળતી સહાયતા અને સન્માન વધુ મહત્ત્વ ધરાવે છે. અગાઉ સુરત અને તાપી જિલ્લામાં યોજાયેલા એસેસમેન્ટ કેમ્પ બાદ 1200થી વધુ લાભાર્થીઓને સાધન સહાયનો લાભ આપવામાં આવ્યો છે.

એલિમ્કો ગુજરાતના મુદુલભાઈ અવસ્થીએ જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર-2025માં સુરત જિલ્લાના તમામ તાલુકામાં યોજાયેલા એસેસમેન્ટ કેમ્પમાં 1058 વરિષ્ઠ નાગરિકો માટે રૂ.96.83 લાખની કિંમતનાં કુલ 5602 સહાયક સાધનોનું એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં માંડવી નગરપાલિકા પ્રમુખ અમિષાબેન રાઠોડ સહિત વિવિધ તાલુકા પંચાયતના પદાધિકારીઓ, સમાજ સુરક્ષા વિભાગના અધિકારીઓ, હુડકોના પ્રતિનિધિઓ, સામાજિક અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પગલે વડીલો અને દિવ્યાંગજનોને આત્મનિર્ભરતા તરફ આગળ વધવામાં મદદરૂપ થતી સાધન સહાય મળી હતી.


Share

Related posts

ભરૂચનાં ફુરજા વિસ્તારમાં કેબ (CAB) નાં બીલનો વિરોધ મુસ્લીમ સમાજ દ્વારા કરવામાં આવ્યો હતો.

ProudOfGujarat

રાજપીપળા ના અધિક કલેકટર ની માર્ગના જાહેરનામું ખોટું હોવાના આક્ષેપ.

ProudOfGujarat

હાલોલ તાલુકામાં આવેલ સિંધવ તળાવમાંથી અજાણ્યા ઈસમની લાશ મળી આવી : લાશને પીએમ માટે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!