Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

હલદરવામાં રૂ.1.17 કરોડના ખર્ચે બે નવા રસ્તાઓનું ખાતમુહૂર્ત કરાયું : ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે વિકાસકાર્યોનો પ્રારંભ : સાંઈ ગાર્ડન સોસાયટી અને નવી નગરીથી નર્મદા કેનાલ સુધીના માર્ગો બનશે

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ તાલુકાના હલદરવા ગ્રામ પંચાયત વિસ્તારમાં સ્થાનિક રહીશોની લાંબા સમયથી ચાલી આવતી રસ્તાની માંગણી આખરે સંતોષાઈ છે. ગામમાં કુલ રૂ.1.17 કરોડના ખર્ચે બે નવા રસ્તાઓના નિર્માણ કાર્યનું સ્થાનિક ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. બંને રસ્તાઓનું કામ શરૂ થતાં ગ્રામજનો, સોસાયટીના રહીશો અને વાહનચાલકોને અવરજવરમાં પડતી મુશ્કેલીઓમાંથી રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારની ગ્રામીણ માર્ગ નોન-પ્લાન યોજના અંતર્ગત આ બંને રસ્તાઓને મંજૂરી આપવામાં આવી છે. જેમાં નેશનલ હાઈવે-8થી હલદરવા ગામને જોડતા માર્ગ પરથી સાંઈ ગાર્ડન સોસાયટી સુધીનો રસ્તો રૂ.67 લાખના ખર્ચે બનાવવામાં આવશે. જ્યારે હલદરવા ગામની નવી નગરીથી નર્મદા કેનાલને જોડતો બીજો રસ્તો રૂ.50 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવશે. આમ, બંને માર્ગોના નિર્માણ પાછળ કુલ રૂ.1.17 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

ધારાસભ્યએ વધુમાં જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ રાજુ પટેલ દ્વારા આ બંને રસ્તાઓના નિર્માણ માટે વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. સ્થાનિક રહીશોની જરૂરિયાત અને માર્ગોની સ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી રજૂઆતોને સફળતા મળતાં હવે વિકાસકાર્યોનો પ્રારંભ થયો છે.

ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય વિપુલ પટેલ, તાલુકા પંચાયત સભ્ય વિશ્રામ ભરવાડ, ડેપ્યુટી સરપંચ રાજુ પટેલ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ સહિત સ્થાનિક હોદ્દેદારો, સોસાયટીના રહીશો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. લાંબા સમયની માંગણી પૂર્ણ થતાં સ્થાનિકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.


Share

Related posts

સી.એમ.ડેશબોર્ડ પર રાજ્યમાં પ્રથમ ક્રમાંકે આવતો નર્મદા જિલ્લો.

ProudOfGujarat

લીંબડી : હરિદર્શન સોસાયટીમાં પાણીની લાઈન તૂટી જતા હજારો લીટર પાણીનો વેડફાટ.

ProudOfGujarat

ભરૂચ : ખેડૂત પ્રશ્નોનું એક મહિનામાં નિરાકરણ જાહેર કરવા ખેડૂતોની કલેકટરને ઉગ્ર રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!