Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નવા તવરા ગામે શેરડીના ખેતરમાં મોડી રાત્રે આગ, ઊભો પાક બળીને ખાખ : ફાયર બ્રિગેડના ત્રણ ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો, ગ્રામજનોએ ટ્રેક્ટરથી ખેતર ખેડી આગનો ફેલાવો અટકાવ્યો

Share

 

ભરૂચ તાલુકાના નવા તવરા ગામે મોડી રાત્રે શેરડીના ખેતરમાં અચાનક આગ લાગતાં ઊભો શેરડીનો પાક બળીને ખાખ થઈ ગયો હતો. આગની ઘટનાને પગલે ખેડૂતને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.

Advertisement

બનાવની જાણ થતાં સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આ ઉપરાંત ભાજપનાં જિલ્લા મહિલા ઉપપ્રમુખ હંસાબેન પટેલને પણ ઘટનાની જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં ફાયર બ્રિગેડના ત્રણ ફાયર ફાઇટર વાહનો સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.

જોકે, આગ આસપાસનાં અન્ય શેરડીનાં ખેતરોમાં પ્રસરે તેવી શક્યતા હોવાથી ગ્રામજનોએ પણ આગ બુઝાવવાની કામગીરીમાં સહયોગ આપ્યો હતો. ગ્રામજનોએ ટ્રેક્ટરની મદદથી ખેતરમાં ખેડાણ કરી બે ભાગ પાડી દીધા હતા, જેના કારણે આગનો ફેલાવો અટકાવવામાં મદદ મળી હતી.

સમયસર ફાયર બ્રિગેડ અને ગ્રામજનોની કામગીરીને પગલે આગ વધુ ખેતરોમાં પ્રસરી નહોતી. જોકે, આગમાં શેરડીનો ઊભો પાક બળી જતાં અસરગ્રસ્ત ખેડૂતને આર્થિક નુકસાન થયું હતું. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.


Share

Related posts

પાલેજ પોસ્ટ ની કચેરી ખાતે પોસ્ટલ વીમા દિવસ ની ઉજવણી કરાઈ

ProudOfGujarat

ગોધરા નગરપાલિકામાં AIMIM સાત સભ્યો દ્વારા પ્રમુખને આપેલ બિનશરતી ટેકો પરત ખેંચી વિરોધપક્ષમાં બેસવા માટે ગોધરા નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી રજુઆત.

ProudOfGujarat

અંકલેશ્વરમાં માર્ગના નવીનીકરણ પહેલા સફાઈ હાથ ધરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!