Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દિવાળીના પર્વે ભરૂચ જિલ્લા જેલના ત્રણ કેદીઓને 15 દિવસની પેરોલ રજા : રાજ્ય સરકારના નિર્ણયથી મહિલા અને 60 વર્ષથી વધુ વયના કેદીઓને પરિવાર સાથે તહેવાર ઉજવવાની તક; ધનતેરસના દિવસે જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમથી મુક્ત કરાયા

Share

 

ભરૂચ: દિવાળીના પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લા જેલમાં સજા ભોગવી રહેલા ત્રણ પાકા કામના કેદીઓને 15 દિવસની પેરોલ રજા મંજૂર કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા કેદીઓના કલ્યાણ અને જેલ સુધારણા પ્રવૃત્તિઓના ભાગરૂપે લેવાયેલા નિર્ણયના પગલે પાત્રતા ધરાવતા કેદીઓને પરિવારજનો સાથે દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી કરવાની તક મળી છે.

Advertisement

રાજ્ય સરકારના નિર્ણય અનુસાર સજા ભોગવતી પાત્ર મહિલા કેદીઓ તેમજ 60 વર્ષ કે તેથી વધુ વયના પુરુષ કેદીઓને નિયમો અને નિયત શરતોને આધીન 15 દિવસની પેરોલ રજા આપવાની જોગવાઈ કરવામાં આવી છે. જેના અનુસંધાને 9 નવેમ્બરના રોજ ધનતેરસના પવિત્ર દિવસે ભરૂચ જિલ્લા જેલના ત્રણ પાકા કામના કેદીઓને જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમથી પેરોલ રજા મંજૂર કરવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા જેલના ઈન્ચાર્જ અધિક્ષક એન.પી. રાઠોડે ત્રણેય કેદીઓને દિવાળી અને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ પેરોલ દરમિયાન નિયત કરવામાં આવેલી તમામ શરતો અને સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા તાકીદ કરી હતી.

લાંબા સમય બાદ પરિવારજનો સાથે રહી તહેવારની ઉજવણી કરવાની તક મળતાં ત્રણેય કેદીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી. કેદીઓએ પેરોલ રજાનો લાભ આપવા બદલ રાજ્ય સરકાર અને જેલ વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.


Share

Related posts

ગોધરા : શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીની સેમેસ્ટર – 6 ની પરીક્ષાનો સોશિયલ ડીસટન્સ સાથે પ્રારંભ થયો.

ProudOfGujarat

કચરાના ઢગલામાં સંતાડેલા 2.10 લાખના દારૂ સાથે બે ઝબ્બે 

ProudOfGujarat

ભરૂચ ના નેશનલ હાઇવે ઉપર ઝાડેશ્વર નજીક વાહનો વચ્ચે ટ્રિપલ અકસ્માત થતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!