Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સુવા ગામે જમીન મુદ્દે બે જૂથ વચ્ચે બબાલ, વૃદ્ધાને ધક્કો મારી પાડી દેવાઈ : વાડ કરવા મુદ્દે ઝઘડો થતાં વૃદ્ધાના કાનમાં ઇજા, સોનાની બુટ્ટી ગુમ; જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ

Share

 

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સુવા ગામના હાલીયુ ફળિયામાં મકાન પાછળની ખરાબાની જગ્યા પર વાડ કરવા મુદ્દે બે જૂથ વચ્ચે વિવાદ સર્જાયો હતો. જેમાં વૃદ્ધાને ધક્કો મારી પાડી દેતાં તેમના ડાબા કાનમાં ઇજા થઈ હતી. આ દરમિયાન કાનમાં પહેરેલી સોનાની બુટ્ટી પણ ગુમ થઈ હતી.

Advertisement

મળતી માહિતી મુજબ, મૂળ સુવા ગામના અને હાલ સુરતના કોસાડ-ભરથાણા વિસ્તારમાં રહેતા 50 વર્ષીય ઠાકોરભાઈ ગોહિલ દિવાળીના તહેવાર નિમિત્તે પત્ની સાથે વતન આવ્યા હતા. તા. 12 નવેમ્બરના રોજ સવારે ઘરની પાછળની ખરાબાની જગ્યા ખાલી કરવા મુદ્દે પાડોશીના સગા કિરણ મોહન સાથે બોલાચાલી થઈ હતી.

તે જ દિવસે સાંજે ઠાકોરભાઈ પરિવારજનો સાથે આ જગ્યામાં વાડ કરી રહ્યા હતા ત્યારે ઉર્મિલાબેન પોતાના બે પુત્રો વિવેક અને ગણેશ સાથે આવી ગાળાગાળી કરી ઝઘડો કરવા લાગ્યાં હતાં. દરમિયાન ઠાકોરભાઈનાં 70 વર્ષીય માતા નર્મદાબેન સમજાવવા વચ્ચે પડતાં ઉર્મિલાબેને તેમને ધક્કો મારી નીચે પાડી દીધાં હતાં. જેના કારણે તેમના ડાબા કાનમાં ઇજા થઈ હતી અને સોનાની બુટ્ટી ગુમ થઈ હતી. વિવેકે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ છે.

ઇજાગ્રસ્ત નર્મદાબેનને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. સમાધાન નહીં થતાં ઠાકોરભાઈએ કિરણ, ઉર્મિલાબેન, વિવેક અને ગણેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.


Share

Related posts

અંકલેશ્વર GIDC વિસ્તારમાં દેશી તમંચા સાથે બે શખ્સ ઝડપાયા

ProudOfGujarat

લીંબડીમાં ધૂળેટી પર્વની ધામધુમથી ઉજવણી કરાઇ.

ProudOfGujarat

વડોદરામાં બુટલેગર પાસેથી લાંચ લેતા ઝડપાયેલા હેડ કોન્સ્ટેબલની જામીન અરજી સેસન્સ કોર્ટે નામંજૂર કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!