ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી નિમિત્તે શહેરના સ્ટેચ્યુ પાર્ક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના સંઘર્ષમય જીવનને યાદ કર્યું હતું.
Advertisement
કાર્યક્રમ દરમિયાન ભગવાન બિરસા મુંડાના આદિવાસી સમાજના હક અને અધિકારોની રક્ષા માટેના સંઘર્ષ, સામાજિક યોગદાન અને વિચારો અંગે સ્મરણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત આગેવાનોએ તેમના જીવનમાંથી પ્રેરણા લઈ સમાજના હિત અને અધિકારો માટે કાર્ય કરવાની વાત કરી હતી.
આ પ્રસંગે ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી સહિત પક્ષના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તમામે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભગવાન બિરસા મુંડાને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
