Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

CNGના વધતા ભાવ સામે ભરૂચના રિક્ષાચાલકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા, ભાવ ઘટાડવાની માંગ : ગુજરાત ગેસનો ભાવ રૂ.93.76 અને અદાણી CNG રૂ.100 પ્રતિ કિલો થતાં રિક્ષાચાલકોની મુશ્કેલી વધી; સબસિડી આપવા સહિતની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું

Share

 

ભરૂચ  :

Advertisement

ભરૂચ જિલ્લામાં CNG ગેસના સતત વધી રહેલા ભાવના વિરોધમાં રિક્ષાચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો. જય ભારત ઓટો રિક્ષા એસોસિએશનના નેજા હેઠળ પ્રમુખ આબિદ મિર્ઝાની આગેવાનીમાં મોટી સંખ્યામાં રિક્ષાચાલકો પોતાની રિક્ષાઓ સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી CNGના ભાવમાં ઘટાડો કરવાની માંગ કરી હતી.

રિક્ષાચાલકોએ રજૂઆત કરી હતી કે ગુજરાત ગેસનો CNG ભાવ પ્રતિ કિલો રૂ.93.76 અને અદાણી CNGનો ભાવ રૂ.100 સુધી પહોંચી ગયો છે. ગેસના ભાવમાં સતત વધારાને કારણે રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા ચાલકોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. રિક્ષાની આવકનો મોટો હિસ્સો CNG પાછળ ખર્ચાઈ જતો હોવાથી પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. જેથી સરકાર દ્વારા CNGના ભાવમાં ઘટાડો કરવામાં આવે અથવા રિક્ષાચાલકોને ગેસમાં સબસિડી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

આ ઉપરાંત રેપિડો, ઓલા અને ઉબેર જેવી એપ આધારિત ખાનગી વાહન સેવાઓ સામે પણ એસોસિએશને વાંધો ઉઠાવ્યો હતો. નિયમોનું ઉલ્લંઘન કરીને ચાલતી આવી સેવાઓ સામે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.

સાથે જ વર્ષ 2021માં ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા રિક્ષા ભાડાનો ભરૂચ શહેર અને તાલુકામાં અમલ કરાવવામાં આવે તેવી પણ રજૂઆત કરાઈ હતી. અંતે રિક્ષાચાલકોએ ચીમકી ઉચ્ચારી હતી કે તેમની માંગણીઓનો યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.


Share

Related posts

અંકલેશ્વર ખાતે વિવિધ માંગણીઓને લઈને આદિવાસી સમાજના યુવાનો એ તાલુકા સેવા સદન ખાતે આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

વાગરાના સાયખા ગામના વતની છ વર્ષીય વિહાનસિંહ એ દિલ્હી ખાતે કરાટે ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો

ProudOfGujarat

ભરૂચ અને નર્મદા જિલ્લાના હાજીઓનો ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા હજ તાલીમ શિબિર યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!