Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં છેતરપિંડીના ગુનામાં બે વર્ષથી નાસતા આરોપીને મોરબીમાંથી ઝડપી પડાયો : બનાવટી દસ્તાવેજો અને છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ આરોપીને એ ડિવિઝન પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ઝડપી પાડ્યો

Share

ભરૂચ :

ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજો બનાવવાના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ભરૂચ પોલીસે મોરબી જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

પોલીસના જણાવ્યા અનુસાર, પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની સૂચના મુજબ જિલ્લામાં વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ખાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. નાયબ પોલીસ અધિક્ષક સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી. માંગરોલિયાની સૂચનાથી સર્વેલન્સ ટીમે આરોપીની શોધખોળ શરૂ કરી હતી.

દરમિયાન પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે બાતમી મળી હતી કે, ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2024માં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી અમિતભાઈ વાલજીભાઈ કાચરોલા મોરબી જિલ્લામાં છે. જેના આધારે પોલીસે મોરબી ખાતે તપાસ કરી આરોપીને ઝડપી પાડ્યો હતો.

પકડાયેલ આરોપી અમિતભાઈ વાલજીભાઈ કાચરોલા મોરબીના રાજકોટ બાયપાસ રોડ પર આવેલા સ્વાગત હિલ્સ એપાર્ટમેન્ટમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે. તેની સામે ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 467, 468, 471, 419, 420 અને 120(બી) હેઠળ ગુનો નોંધાયેલો છે. વધુમાં આરોપી સામે અગાઉ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2018માં પ્રોહિબિશન એક્ટ હેઠળ પણ ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું છે.


Share

Related posts

મોબાઇલ નંબર લેવા બાબતે બે શખ્સોએ એક યુવાનને માર મારતાં ગંભીર

ProudOfGujarat

અંકલેશ્વરના વાલિયા રોડ સ્થિત કાપોદ્રા પાટિયા પાસે હાઈવા ટ્રક ના ચાલકે માતા પુત્રી ને અડફેટમાં લેતા બંને ના અરેરાટી ભર્યા મોત નિપજ્યા હતા.

ProudOfGujarat

અંકલેશ્વરના જુના કાંસિયા ખાતે બાઈક ચાલક પર અજાણ્યા ઈસમોનો હુમલો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!