Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દેરોલ નજીક એક્સપ્રેસ હાઈવે પર લક્ઝરી બસ-ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત: ચાલક અને ક્લીનરનાં મોત, 49 મુસાફરો ઘાયલ :  ધોરાજીથી સુરત જાન લઈને જતી બસ વહેલી સવારે ટેન્કર સાથે અથડાઈ; 19 ઘાયલો સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

Share

 

ભરૂચના દેરોલ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ગુરુવાર, 20 નવેમ્બરની વહેલી સવારે આશરે 5:30 વાગ્યે લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ધોરાજીથી સુરત જાન લઈને જઈ રહેલી લક્ઝરી બસ ટેન્કર સાથે ધડાકાભેર અથડાતાં બસના ચાલક નવીન દાના ભારાઈ અને ક્લીનર રમેશ ગોવિંદ સોલંકીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંનેનાં કરુણ મોત નીપજ્યાં હતાં. જ્યારે બસમાં સવાર 49 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.

Advertisement

અકસ્મતને પગલે ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ઈજાગ્રસ્તોની સંખ્યા વધુ હોવાથી આસપાસની 7થી 8 એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી હતી. 108ની ઈએમટી અસ્મા મલેકના જણાવ્યા અનુસાર, 6થી 7 વર્ષનાં નાનાં બાળકો સહિત અંદાજે 30થી 35 મુસાફરોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માતમાં કુલ 49 ઈજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જેમાંથી 19 લોકોને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે સામાન્ય ઈજાઓ પામેલા અન્ય મુસાફરોને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી.

બનાવની જાણ થતાં ભરૂચ રૂરલ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી બંને વાહનો વચ્ચે અકસ્માત કેવી રીતે સર્જાયો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

માંગરોળ : સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે સપ્તધારા રંગકલા કૌશલ્ય ધારા અને સર્જનાત્મક અભિવ્યક્તિ ધારા અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઇ.

ProudOfGujarat

દિવ્ય દ્રષ્ટિ બી ઍડ કૉલેજ બેઢીયા ખાતે નવરાત્રીની ઉજવણી કરવામાં આવી

ProudOfGujarat

ભરૂચ પોલીસ હોર્સ રાઈડિંગ ક્લબ દ્વારા તાલીમ વર્ગની પૂર્ણાહુતી નિમિત્તે પ્રમાણપત્ર વિતરણ સમારોહ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!