Proud of Gujarat
bharuchCrime & scandalCultureFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દેત્રાલાની સીમમાં GETCOની વીજ લાઇનના 2,184 મીટર તારની ચોરી, રૂ.4.51 લાખનું નુકસાન :બંધ વીજલાઇનના બે ટાવર વચ્ચેના એલ્યુમિનિયમના ચાર તાર કાપી તસ્કરો ફરાર; ધનરાજ પાવર કંપનીના પ્રોજેક્ટ મેનેજરે ભરૂચ પોલીસમાં નોંધાવી ફરિયાદ

Share

ભરૂચ: ભરૂચ જિલ્લાના દેત્રાલા ગામની સીમમાં તસ્કરોએ GETCO કંપનીની બંધ વીજલાઇનને નિશાન બનાવી અંદાજે 2,184 મીટર એલ્યુમિનિયમના વીજતારની ચોરી કરી હતી. ટાવર નંબર 14/2થી 14/3 અને 14/3થી 15/00 વચ્ચેના ચાર તાર કાપી લઈ જવામાં આવતાં અંદાજે રૂ.4.51 લાખની માલમત્તાની ચોરીનો મામલો સામે આવ્યો છે. આ અંગે ભરૂચમાં વીજતાર નાખવાની કામગીરી કરતી ધનરાજ પાવર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના પ્રોજેક્ટ મેનેજરે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, મૂળ દ્વારકાના વતની અને હાલ ઝાડેશ્વર ખાતે રહેતા 27 વર્ષીય સત્યમભાઈ બુહા ધનરાજ પાવર પ્રાઇવેટ લિમિટેડમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમની કંપનીને GETCOની વાગરા સબ સ્ટેશનથી દેહગામ DSS સુધીની 66 KV ડબલ સર્કિટ વીજલાઇન પર કંડક્ટર વાયર નાખવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે.

Advertisement

ગત 28 ઓક્ટોબરના રોજ સવારે આશરે 9:30 વાગ્યે સત્યમભાઈ અને કંપનીના સુપરવાઇઝર ધર્મેશભાઈ રાવલ દેત્રાલા ગામની સીમમાં લાઇન પેટ્રોલિંગ માટે ગયા હતા. તે દરમિયાન ટાવર નંબર 14/2થી 14/3 તથા 14/3થી 15/00 વચ્ચેના વીજતાર કપાયેલી હાલતમાં જોવા મળ્યા હતા. તપાસ કરતાં કુલ છ વાયરમાંથી ચાર વાયર કાપીને ચોરી કરવામાં આવી હોવાનું જણાયું હતું.

આશરે 546 મીટરના અંતરમાંથી કુલ 2,184 મીટર એલ્યુમિનિયમના તાર, જેનું વજન અંદાજે 2,127 કિલોગ્રામ થાય છે, તેની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. ચોરાયેલા તારની કિંમત અંદાજે રૂ.4,51,522 આંકવામાં આવી છે.

બનાવ અંગે GETCOના અધિકારીઓને જાણ કરવામાં આવ્યા બાદ કંપનીના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. મેનેજમેન્ટ સાથે ચર્ચા-વિચારણા બાદ નાયબ ઇજનેર એન.સી. ચૌધરીએ ફરિયાદ નોંધાવવા જણાવતાં સત્યમભાઈએ 19 નવેમ્બરના રોજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આ મામલે વીજળી અધિનિયમની કલમ 136(1)(A) તથા 136(1)(C) હેઠળ અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધાવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

રાજકોટમાં ૩૦૦ થી વધુ નેશનલ લેવલના પ્લેરનું આગમન : હોકી અને સ્વિમિંગની સ્પર્ધા યોજાશે.

ProudOfGujarat

દેશની આઝાદીના લડવૈયા નરેન્દ્રભાઇએ ક્યારેય નથી લીધુ પેન્શન, 97 વર્ષે પણ છે ફિટ…

ProudOfGujarat

રાજ્યામાં પ્રથમવાર સિવિલમાં બ્રેઈનડેડ દર્દીના બંને હાથનું દાન કરવામાં આવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!