Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં કલેક્ટરની અધ્યક્ષતામાં CRZ સમિતિની બેઠક, દરિયાકાંઠા વિસ્તારના ચાર મુદ્દાઓની સમીક્ષા : હાંસોટના કંટીયાજળ ગામે સરકારી ખરાબાની જમીન ઔદ્યોગિક હેતુ માટે તબદીલ કરવાની કામગીરીની પ્રગતિ તપાસાઈ; અગાઉના નિર્ણયોનો પણ અહેવાલ મેળવાયો

Share

 

। ભરૂચ ।

Advertisement

ભરૂચ જિલ્લામાં દરિયાકાંઠા નિયમન વિસ્તાર (CRZ) સંબંધિત વિવિધ પ્રશ્નો અને વિકાસલક્ષી કામગીરી અંગે જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણેની અધ્યક્ષતામાં જિલ્લા સ્તરીય સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ચાર અલગ-અલગ એજન્ડા હેઠળ રજૂ થયેલા મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરી સંબંધિત વિભાગો પાસેથી કામગીરીની વિગતો મેળવવામાં આવી હતી.

બેઠક દરમિયાન અગાઉ 3 ઓગસ્ટ, 2026ના રોજ યોજાયેલી CRZ સમિતિની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અને સોંપવામાં આવેલી કામગીરીના પ્રગતિ અહેવાલની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત હાંસોટ તાલુકાના કંટીયાજળ ગામે સર્વે નંબર 388 ખાતે આવેલી સરકારી ખરાબાની જમીનનો મુદ્દો પણ ચર્ચાના કેન્દ્રમાં રહ્યો હતો.

આ જમીન પૈકી કુલ 2042-89-53 ચોરસ મીટર જમીન ફાળવ્યા સિવાયની CRZ હેઠળ આવતી ઉપલબ્ધ જમીન ઔદ્યોગિક હેતુ માટે નિગમને તબદીલ કરવાની કામગીરી અંગે થયેલી પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ અન્ય બે એજન્ડા હેઠળના મુદ્દાઓ પર પણ ચર્ચા કરીને જરૂરી બાબતોની સમીક્ષા કરાઈ હતી.

જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણેએ CRZ સંબંધિત અન્ય રજૂઆતો અને પ્રશ્નોની પણ સમીક્ષા કરી હતી. તમામ મુદ્દાઓમાં નિયમો અને જોગવાઈઓને ધ્યાનમાં રાખીને જરૂરી કાર્યવાહી કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB), નગરપાલિકા સહિત સંબંધિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

વલસાડના મોગરાવાડી માનસીક બીમાર માતાની છ વર્ષની બાળકી સાથે શૌચાલયમાં બળાત્કાર લોકોએ લમધારીને નરાધમને પોલીસ હવાલે કર્યો

ProudOfGujarat

ઝઘડીયા સેવા રૂરલનાં સ્ટાફમાં વધુ એક કર્મચારીને કોરોના પોઝિટિવ.

ProudOfGujarat

અમદાવાદ વૈષ્ણોદેવી સર્કલ પાસે ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ ના નવા ભોજન કેન્દ્રનો મુખ્યમંત્રીએ શુભારંભ કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!