Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આંબાવાડી પાસે ઓવરલોડેડ ડમ્પરમાંથી રસ્તા પર પડ્યા મોટા પથ્થરો, બાઈકચાલકોના જીવ જોખમમાં : ઝંખાવાવ-કોસંબા માર્ગ પર જોખમી હેરફેરથી અકસ્માતની ભીતિ : વારંવાર રજૂઆત છતાં RTO અને પોલીસની કાર્યવાહી નહીં થતી હોવાના આક્ષેપથી લોકોમાં રોષ

Share

 

વાંકલ  :

Advertisement

માંગરોળ તાલુકાના ઝંખાવાવ-કોસંબા મુખ્ય માર્ગ પર આંબાવાડી ગામ નજીક ઓવરલોડેડ ટ્રક-ડમ્પરમાંથી મોટા પથ્થરો રસ્તા પર પડતાં વાહનચાલકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. બેફામ ગતિએ દોડતા ડમ્પરમાંથી પથ્થરો પડવાની ઘટનાને પગલે ખાસ કરીને બાઈકચાલકો માટે અકસ્માતનું જોખમ વધ્યું છે.

મળતી માહિતી મુજબ વાંકલ વિસ્તારમાં કોલેજથી બજાર સુધીના માર્ગ પર અગાઉ પણ ઓવરલોડેડ ટ્રક-ડમ્પરમાંથી પથ્થરો, મેટલ અને કપચી રસ્તા પર પડવાની ઘટનાઓ બની ચૂકી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અગાઉ રસ્તા પર પડેલા પથ્થરોને કારણે અનેક બાઈકચાલકો અકસ્માતનો ભોગ બન્યા હોવાના બનાવો પણ સામે આવ્યા છે.

સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ આવી ઘટનાઓ મોટાભાગે રાત્રિના સમયે બનતી હોવાથી અંધારામાં પસાર થતા બાઈકચાલકોને રસ્તા પર પડેલા પથ્થરો દેખાતા નથી અને અકસ્માતનો ભય રહે છે. આ મામલે તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં આરટીઓ કે પોલીસ વિભાગ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી ન હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.

આંબાવાડી નજીક ફરી એકવાર મુખ્ય માર્ગ પર મોટા પથ્થરો પડતાં સ્થાનિકોમાં તંત્રની કામગીરી સામે રોષ ફેલાયો હતો. વાહનચાલકોની સલામતીને ધ્યાનમાં રાખીને ગામના જાગૃત આગેવાનો અને સ્થાનિક નાગરિકોએ જાતે જ રસ્તા પર પડેલા પથ્થરો ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.

સ્થાનિકોએ ઓવરલોડેડ અને બેફામ ગતિએ દોડતા ટ્રક-ડમ્પરો સામે તાત્કાલિક તપાસ હાથ ધરી નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો અને માલિકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં તંત્ર જાગે તેવી લોકમાંગ ઉઠી છે.


Share

Related posts

માંગરોળ તાલુકામાં મામલતદારનાં સ્ટાફ દ્વારા 350 જેટલાં ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

સરકારી કન્યા શાળાની વિધ્યાર્થિનીઓને મફત સ્વેટર વિતરણ

ProudOfGujarat

અંકલેશ્વરમાં ટ્રાફિકજામની સમસ્યાનાં પગલે વાહનચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!