Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ખેતરનો રસ્તો રોક્યો, અવાજ ઉઠાવ્યો તો મારવાની ધમકી! એટ્રોસિટીમાં ફસાવવાની ચીમકીથી ખેડૂત પહોંચ્યો કલેક્ટર પાસે : ઝઘડિયાના નવા ટોઠીદરાના ખેડૂતની કલેક્ટરને રજૂઆત : સર્વે નંબર 481ની જમીન સુધી કાયદેસર રસ્તો અપાવવા સ્થળ તપાસની માંગ

Share

 

ભરૂચ :

Advertisement

ઝઘડિયા તાલુકાના નવા ટોઠીદરા ગામના ખેડૂત ગોવિંદભાઈ છોટાભાઈ માછીએ પોતાની ખેતીની જમીન સુધી આવવા-જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હોવાની ફરિયાદ જિલ્લા કલેક્ટરને કરી છે. આ ઉપરાંત ખેતરમાં જવાનો પ્રયાસ કરતાં કેટલાક વ્યક્તિઓ દ્વારા માર મારવાની તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવતી હોવાનો આક્ષેપ કરી ન્યાયની માંગ કરવામાં આવી છે.

અરજદાર ગોવિંદભાઈ માછીના જણાવ્યા અનુસાર, તેમની ખેતીની જમીન સર્વે નંબર 481માં આવેલી છે. જોકે, સામે પક્ષના વ્યક્તિઓ દ્વારા ગૌચરની જમીનમાં કેર અને કપાસનું વાવેતર કરી દેવામાં આવ્યું હોવાથી તેમને ખેતરમાં આવવા-જવાનો રસ્તો મળતો નથી. પરિણામે ખેતીના કામકાજમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

અરજીમાં પરેશભાઈ અરવિંદભાઈ પાટણવાડિયા, લાલજીભાઈ માધવભાઈ વસાવા અને મોદુમભાઈ નામના વ્યક્તિઓ સામે આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, ખેતરમાં જવા માટે પસાર થવાનો પ્રયાસ કરવામાં આવે ત્યારે ઝઘડો કરી માર મારવાની તેમજ એટ્રોસિટી એક્ટની કલમ લગાવી દેવાની ધમકી આપવામાં આવે છે.

આ સમસ્યાના ઉકેલ માટે અરજદારે અગાઉ 29 જુલાઈ 2026ના રોજ વકીલ મારફતે ઝઘડિયા મામલતદાર કચેરીમાં અને 17 ઓગસ્ટ 2026ના રોજ ગ્રામ પંચાયતના તલાટી-કમ-મંત્રીને લેખિત અરજી આપી હતી. જોકે, આજદિન સુધી કોઈ યોગ્ય કાર્યવાહી થઈ ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આથી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી સર્વે નંબર 481ની જમીન સુધીના કાયદેસર રસ્તા અંગે સરકારી રેકોર્ડના આધારે તપાસ કરાવવા, સ્થળ પંચનામું કરાવવા તેમજ ગૌચર જમીનમાં થયેલા વાવેતર અંગે તપાસ કરી નિયમ મુજબ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ ધમકી આપનાર વ્યક્તિઓ સામે તપાસ કરી પોલીસ મારફતે સુરક્ષા અને કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ છે.


Share

Related posts

વિશ્વ યોગ દિવસની સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનાગર ખાતે ઉજવણી કરાશે.

ProudOfGujarat

BAPS સ્વામિનારાયણ મંદિરે નર્મદા હાઇસ્કુલ, સ્વામિનારાયણ ગુડવિલ સ્કૂલ અને મહારાજ શ્રી કેજીએમ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે ઉડાન-2025 વાર્ષિકોત્સવ ઉજવાયો

ProudOfGujarat

જંબુસર : કાવી ગામમાં યોજયેલા સેવાસેતુ કાર્યક્રમમાં સેંકડો લાભાર્થીએ ભાગ લીધો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!