Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઉમરપાડામાં નવજાત શિશુ સંભાળ સપ્તાહની ઉજવણી, 20,057 લોકોએ લીધો ભાગ :  અદાણી ફાઉન્ડેશનના સુપોષણ પ્રોજેક્ટ અંતર્ગત માતા અને બાળકના આરોગ્ય-પોષણ અંગે વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજાયા

Share

 

વાંકલ :

Advertisement

અદાણી ફાઉન્ડેશન દ્વારા ઉમરપાડા તાલુકામાં અમલી સુપોષણ પ્રોજેક્ટ અંતર્ગત 16થી 21 નવેમ્બર દરમિયાન નવજાત શિશુ સંભાળ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. છ દિવસ દરમિયાન યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં કુલ 20,057 લોકોએ ભાગ લીધો હતો.

આ અભિયાન અંતર્ગત જાગૃતિ રેલી, નવજાત શિશુની સંભાળ, સ્તનપાનનું મહત્ત્વ, કાંગારુ મધર કેર, શિશુમાં જોખમી લક્ષણોની ઓળખ, માતાઓનું કાઉન્સેલિંગ, પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન અને સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આશા કાર્યકરો, આંગણવાડી કાર્યકરો તથા સુપોષણ સંગિનીઓએ માતાઓને બાળકના આરોગ્ય અને યોગ્ય પોષણ અંગે માહિતગાર કર્યા હતા.

આ ઉપરાંત 20 અને 21 નવેમ્બરના રોજ આંગણવાડી કેન્દ્રો ખાતે બાળ પોષણ મેળાનું આયોજન કરાયું હતું. જેમાં બાળકો માટે રમતો, ચિત્રકામ, વાર્તા-કઠપૂતળીના કાર્યક્રમો, પોષણ સ્ટોલ, વૃદ્ધિ માપન અને આરોગ્ય તપાસણી સહિતની પ્રવૃત્તિઓ યોજાઈ હતી.

સરકારના આરોગ્ય વિભાગ, પંચાયતના આઈસીડીએસ વિભાગ અને અદાણી ફાઉન્ડેશનના સંયુક્ત સહયોગથી યોજાયેલા આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ માતા અને નવજાત શિશુના સ્વાસ્થ્ય તથા સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો. સ્વસ્થ માતા, સુરક્ષિત નવજાત અને સુપોષિત બાળક એ સ્વસ્થ સમાજનો પાયો હોવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.


Share

Related posts

નર્મદા જિલ્લામા બીટીપીએ CAA અને NRCના વિરોધમાં આપેલ બંધના એલાનને ડેડીયાપાડા સહિત વિસ્તારોમાં ભારે પ્રતિસાદ મળ્યો.

ProudOfGujarat

અંકલેશ્વરનાં બિસ્માર રસ્તાનાં પગલે ઈંડાનાં વેપારીને થયેલ નુકસાન, જાણો વધુ.

ProudOfGujarat

ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ સીરીઝની 10 મી ફિલ્મનું થયું ટ્રેલર રીલીઝ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!