Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાલિયા તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપો: કલેક્ટર, SDM અને મામલતદાર સામે તપાસની માંગ સાથે સંદીપ માંગરોલાની મુખ્ય સચિવને રજૂઆત

Share

ભરૂચ  :

વાલિયા તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓને લઈને વિવાદ ઊભો થયો છે. ઉમેદવારી પત્રોની ચકાસણી, નિયત નમૂનાના ફોર્મના ઉપયોગ તેમજ રજૂ કરાયેલા વાંધાઓનો લેખિત અને કારણદર્શક જવાબ ન અપાયો હોવાના આક્ષેપ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના જનરલ સેક્રેટરી સંદીપ માંગરોલાએ રાજ્યના મુખ્ય સચિવ સમક્ષ લેખિત રજૂઆત કરી છે.

Advertisement

સંદીપ માંગરોલાએ રજૂઆતમાં જણાવ્યું છે કે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ગુજરાત સહકારી મંડળીઓની ચૂંટણી નિયમો, 1982ના નિયમ 19(5) તથા Form II-Aના ઉપયોગ અંગે ગંભીર વાંધાઓ રજૂ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને પાંચ કે તેથી ઓછા મતદારો ધરાવતા મતવિસ્તારોમાં ઉમેદવારી પત્રો નિયત કાયદાકીય જોગવાઈ અને prescribed forms મુજબ રજૂ થયા હતા કે નહીં તે અંગે પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા હતા. તેમ છતાં રજૂ કરાયેલા વાંધાઓનો કાયદાકીય આધાર સાથે લેખિતમાં નિકાલ કરવામાં આવ્યો ન હોવાનો આક્ષેપ કરાયો છે.

આ ઉપરાંત મામલતદાર, વાલિયાની ચૂંટણી અધિકારી તરીકેની નિમણૂકના મૂળ હુકમ અને તેમની સત્તાના કાયદાકીય આધારની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. પ્રાંત અધિકારી (SDM), ઝઘડિયા દ્વારા કોઈ સત્તા સોંપવામાં આવી હોય તો તેની કાયદેસરતા તેમજ જિલ્લા કલેક્ટર દ્વારા ચૂંટણી પ્રક્રિયા પર યોગ્ય દેખરેખ રાખવામાં આવી હતી કે નહીં તેની પણ તપાસ કરવા રજૂઆત કરાઈ છે.

મુખ્ય સચિવ સમક્ષ કરવામાં આવેલી રજૂઆતમાં જિલ્લા વહીવટી તંત્રથી અલગ ઉચ્ચ અધિકારી મારફતે નિષ્પક્ષ તપાસ કરાવવા, ચૂંટણી સંબંધિત તમામ રેકોર્ડ અને દસ્તાવેજો સુરક્ષિત રાખવા તથા ઉમેદવારી પત્રોની ચકાસણી અને વાંધાઓના નિકાલની પ્રક્રિયાની સમીક્ષા કરવાની માંગ કરવામાં આવી છે.

સાથે જ તપાસમાં કોઈ અધિકારી દ્વારા ફરજમાં બેદરકારી કે કાયદાકીય પ્રક્રિયાનું ઉલ્લંઘન સાબિત થાય તો તેમની સામે ખાતાકીય અને કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ તપાસના પરિણામની લેખિત જાણ કરવા માંગ કરવામાં આવી છે. સહકારી સંસ્થાઓની ચૂંટણી પારદર્શક અને નિષ્પક્ષ રીતે યોજાય તે માટે સમગ્ર મામલે જવાબદારી નક્કી કરવાની માંગ સાથે સંદીપ માંગરોલાએ વહીવટી તંત્રનું ધ્યાન દોર્યું છે.


Share

Related posts

અંકલેશ્વરમાં રખડતા ઢોરનાં ત્રાસથી પ્રજામાં અકસ્માત થવાનો ભય વધ્યો.

ProudOfGujarat

કોરોના સામે એર્લટ : ભરૂચની સિવિલ હોસ્પિટલમાં મોકડ્રીલ યોજાઈ.

ProudOfGujarat

ગોધરા ખાતે નિરંકારી ભવનમાં નેત્ર ચકાસણી કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!