Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નાની નરોલીની ભારતીય વિદ્યા ભવન્સ જી.આઈ.પી.સી.એલ. એકેડમીમાં રાષ્ટ્રીય સંવિધાન દિવસની ઉત્સાહભેર ઉજવણી : વિદ્યાર્થીઓએ એકપાત્રીય અભિનય દ્વારા બંધારણ સભાના મહાનુભાવોની ભૂમિકાઓ ભજવી, બંધારણ ઘડતરની ઐતિહાસિક સફર જીવંત કરી

Share

 

વાંકલ  :

Advertisement

 

નાની નરોલી સ્થિત ભારતીય વિદ્યા ભવન્સ જી.આઈ.પી.સી.એલ. એકેડમી ખાતે રાષ્ટ્રીય સંવિધાન દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શાળાના આચાર્ય વૈભવ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓમાં ભારતીય બંધારણ પ્રત્યે આદર અને ગૌરવની ભાવના કેળવવાની સાથે નાગરિક અધિકારો તથા ફરજો અંગે જાગૃતિ લાવવાનો હતો.

કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલો એકપાત્રીય અભિનય રહ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓએ બંધારણ સભાના મહાનુભાવોની ભૂમિકાઓ ભજવી બંધારણ ઘડતરની ઐતિહાસિક સફરને જીવંત બનાવી હતી. આ પ્રસ્તુતિમાં ડૉ. બી.આર. આંબેડકર, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, પંડિત જવાહરલાલ નેહરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, બી.એન. રાવ અને કનૈયાલાલ મુનશી સહિતના મહાનુભાવોના વિચારોને અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત વિદ્યાર્થીઓએ ભારતીય સંવિધાનના મહત્વના પાસાઓ, મૂળભૂત અધિકારો અને નાગરિક ફરજો અંગે વક્તવ્યો રજૂ કર્યા હતાં. ન્યાય, સમાનતા અને બંધુતા જેવા બંધારણીય મૂલ્યોનું મહત્વ સમજાવી જવાબદાર નાગરિક તરીકેની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.

દેશભક્તિ, શિસ્ત અને બંધારણીય મૂલ્યોના સંદેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં આચાર્ય વૈભવ અગ્રવાલ સહિત શિક્ષકગણે વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને ઉત્સાહને બિરદાવી પ્રશંસા કરી હતી.


Share

Related posts

ભરૂચ ખાતે “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત ફીટ ઇન્ડિયા ફ્રિડમ અન્વયે ભાઈઓ માટેની દોડ યોજાઈ.

ProudOfGujarat

જ્યોર્જિયા એન્ડ્રિયા એ વેલેન્ટાઈન ડેના અવસર પર બોલ્ડ હોટ ફોટા શેર કર્યા

ProudOfGujarat

વાંકલ : ૧૫૬-માંગરોળ વિઘાનસભા મત વિસ્તારના સંયુક્ત મોરચાનુ સંમેલન યોજાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!