Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લા ના જંબુસર તાલુકાના ઉચ્છદ ગામેથી રૃપિયા ૧,૩૭,૨૦૦ નો વિદેશી દારૂ વેડચ પોલીસે ઝડપી પાડ્યો હતો.

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લા ના જંબુસર તાલુકાના ઉચ્છદ ગામે  રાણીયાવગામાં પીરામલ ગ્લાસની પાછળ ગૌચળ ની જમીનમાં એક ખાડામાં ઉચ્છદ ગામનો ઠાકોર ઉર્ફે ભાયો હિમતભાઈ ઠાકોર નાઓએ ગેરકાયદેસર પાસ. પરમીટ વગરનો વિદેશી દારૂ અલગ અલગ બ્રાન્ડની બોટલો વેચાણ કરવાના ઇરાદે રાખી હોય તે અંગે વેડચ પી.એસ.આઈ. વી. આર. પ્રજાપતિને બાથમીદારથી બાતમી મળેલ જે આધારે પોલીસ સ્ટાફ તથા પંચોના માણસોને સાથે રાખી સદર જગ્યાએ રેડ કરતા અલગ અલગ વિદેશી બ્રાન્ડની દારૂની પેટીઓ તથા બિયરના ટીન થઈ કુલ ૧૦૦૯ નંગ મળી રૂપિયા ૧,૩૭,૨૦૦ નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.
જોકે પોલીસ રેડ થતા બુટલેગર ઠાકોર ઉર્ફે ભાયો હિમતભાઈ ઠાકોર નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. વેડચ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ફરાર બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે. આગળની તપાસ વેડચ પી.એસ.આઈ. વી. આર. પ્રજાપતિ ચલાવી રહ્યા છે.

Share

Related posts

ઠેર-ઠેર આતીશબાજી કરી ભરૂચના રહીશોએ વાયુસેનાની કામગીરીને બિરદાવી…

ProudOfGujarat

સુવા ગામના જમીન ગુમાવનારા ખેડુતોએ ભરૂચ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી રજુઆત કર

ProudOfGujarat

શિક્ષણ વિભાગ દ્વારા ૪૦૦ શાળાઓના વાર્ષિક નિરિક્ષણ નો માર્ગ મોકળો બનશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!