Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર શહેર ની જયાબેન મોદી હોસ્પિટલમાં સૌપ્રથમવાર કીકી પર્ત્યારોપણ (corneal transplant surgery) નુ ઑપરેશન તા 21 /7/18 ના રોજ કરવામાં આવ્યું હતું. જયાબેન મોદી હોસ્પિટલ ખાતે તા 28/7/18 જી સી નાહર रोटरी આઈ બેન્ક નુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું,

Share

જે અંતર્ગત શહેરમાં સૌપ્રથમવાર મીરાનગર વિસ્તાર  ના રહીશ રાજકિશોરસિહ નુ corneal transplant ઓપરેશન કરવામાં આવ્યું હતું. 59 વષીય રાજકિશોરસિહ ને ડાબી આંખ મા કેટલાક વર્ષો પહેલા ઈજા ના કારણે કીકી સફેદ થઈ જવાથી  દ્રષ્ટિ ગુમાવવી  પડી હતી . એ ઉપરાંત એમની જમણી આખમા પણ દ્રષ્ટિ ઝાંખી છે. કીકી ના સફળ પ્રત્યારોપણ બાદ એમની 60% દ્રષ્ટિ પાછી મળેલ છે.

Advertisement

નોંધનીય છે કે જયાબેન મોદી હોસ્પિટલમાં જી સી નાહર रोटरी આઈ બેન્ક ભરૂચ જીલ્લા ની સૌપ્રથમ આઈ બેન્ક છે જે ચક્ષુ દાન મેળવવા થી લઈને એને જાળવવા નુ અને જરુરીયાત્ મંદ દદી ને અગ્રતાકૃમ મુજબ જયાબેન મોદી હોસ્પિટલમાં ઓપરેશન કરી આપવા સુધીની અધતન સુવિધા ધરાવે છે.

અંકલેશ્વર તથા આસપાસના લોકો મા વધારે મા વધારે ચક્ષુ દાન જાગૃતિ અને કીકી ના રોગો ની સારવાર શક્ય બનાવવા જી સી નાહર रोटरी આઈ બેન્ક અને જયાબેન મોદી હોસ્પિટલ ના સભાસદો પ્રતિબધ્ધ છે.


Share

Related posts

ભરૂચ શહેરની શંભુ ડેરી નજીક મનીષાનંદ સોસાયટીમાં રહેતાં શાકભાજી વેચતાં વેપારીનાં ઘરમાં ભર બપોરે ચોરી-નજીકમાં જ પોલીસનો પહેરો હોવા છતાં ચોરી ?

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો.

ProudOfGujarat

ભરૂચ : લૂંટનાં ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડતી પોલીસ..!!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!