Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાલીયાના ડુંગરી ગામ પાસેની કંપની દ્વારા પ્રદુષિત પાણી છોડતા મામલે જી.પી.સી.બી એ ગામ તળાવ અને ખેતરોના પાણીનું સેમ્પલ લઈ તપાસ હાથ ધરી છે.

Share

તાજેતરમાં જ વાલીયા તાલુકાનાં ડુંગરી ગામ નજીક આવેલ કંપની દ્વારા કંપનીનું પ્રદુષિત પાણી ગામના તળાવ અને ખેતરોમાં છોડી મુકવામાં આવ્યું હતું. જેને પગલે વાલીયા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજુભાઈ વસાવા અને આગેવાનો તેમજ ગ્રામજનોએ તાત્કાલીક સ્થળ પર દોડી જઈ તપાસ કરી હતી. જે અંગે આરોગ્ય વિભાગ અને અંકલેશ્વર જી.પી.સી.બી ની ટીમને જાણ કરી હતી. જે બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખી ગતરોજ અંકલેશ્વર જી.પી.સી.બી ની ટીમે ડુંગરી ગામના ગામ તળાવ અને ખેતરોમાં ભરાયેલ પ્રદુષિત પાણીના સેમ્પલ લઈ વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ ચાહકોને દેશી કુડીના વાઇબ્સ આપીને કરી દીધા આશ્ચર્ય.

ProudOfGujarat

ગોધરા : એસ.ટી,એસ.સી, ઓ.બી.સી વર્ગની મહિલાઓને અન્યાય થઈ રહ્યો હોવાના આક્ષેપ સાથે મહિલા શક્તિ સેના દ્વારા ધારાસભ્ય સી.કે.રાઉલજીને આવેદન આપ્યું.

ProudOfGujarat

ભરૂચ : મોહદ્દીસે આઝમ ટંકારીયા ખાતે ૭૪ માં સ્વતંત્રતા દિનની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!