Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

ગોધરા એસ.ઓ.જી દ્વારા કાલોલ તાલુકાના મલાવ ગામે ટેકરી ફળીયામાં રહેતા ઈસમના મકાના માથી ૫,૧૦૦ કિ.ગ્રા કિં.રૂ. ૫૧,૧૦૦/- ગાંજાનો જથ્થો ઝડપી આરોપીની અટક કરી….

Share

પંચમહાલ ગોધરા રેન્જ આઈ.જી.પી મનોજ શશીધર તથા પોલીસ અધિક્ષક ડૉ, લીના પાટીલ અને પોલીસ ઈન્સ્પેક્ટર કે.પી.જાડેજા ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી શાખાના કર્મચારીઓએ બાતમીના આધારે કાલોલ તાલુકાના મલાવ ટેકરા ફળીયા ખાતે રેહતા પટેલ મૌલિક કુમાર કનુભાઈ તેમજ તેના કાકા પટેલ ત્રિભોવનદાસ રામાભાઈ ગાંજાનો વેપલો કરે છે. તેવી બાતમીના આધારે પો.સ.ઈ આર.આર.ગોહિલે પોલીસના માણસો સાથે તપાસ કરતા મૌલિક પટેલ તેના મકાનમા હતો તેની પાસે એક ડીજીટલ વજન કાટો પણ હતો તથા પ્લાસ્ટીકની નાની થેલીઓ નંગ-૧૪ મળી આવેલ જેની એફ.એસ.એલ દ્વારા તપાસ કરાવતા ૧૪ થેલીમાં વનસ્પતિ જેવો દેખાતો પદાર્થ ગાંજો હોવાનુ જણાયુ હતુ જેનુ વજન કરતા ૫ કિલો ૧૦૦ ગ્રામ થયું હતુ જેની કિં.રૂ.૫૧,૧૦૦/- જેટલી થાય છે. થેલી નીચેથી રોકડા રૂપિયા ૨૭,૦૪૦/- મળી આવ્યા હતા. આમ કુલ રૂપિયા ૭૮,૧૪૦/- ની મતા પોલીસે જપ્ત કરી હતી.

Advertisement

Share

Related posts

શેખ હસીના આજથી ભારતની મુલાકાતે, PM મોદી સાથે આ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર થશે ચર્ચા.

ProudOfGujarat

પ્રદુષિત પાણીનો સિલસિલો યથાવત : અંકલેશ્વર જીઆઇડીસી પાસે વરસાદી કાંસમાં ઔદ્યોગિક વસાહત દ્વારા પ્રદૂષિત પાણી છોડાયું.

ProudOfGujarat

ભરૂચ:દાંડિયા બજાર સ્થિત સ્વામિનારાયણ મંદિરના 185 માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!