Proud of Gujarat
GujaratFeaturedINDIA

હાલોલમાં આવેલ એક રબર ટાયરના ગોડાઉનમાં એકાએક લાગી ભીષણ આગ.

Share

હાલોલ-પાવાગઢ રોડ ઉપર આવેલ ગાયત્રી મંદિર નજીક સ્ક્રેપ ટાયરના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી.
આગ એટલી ભીષણ હતી કે તેને કાબુમાં લેવા હાલોલ નગરપાલિકાના ફાયર ફાઇટર તથા નજીકમાં આવેલ કંપનીઓના ફાયર ફાઈટરોને બોલવી લેવામાં આવ્યા હતા. લગભગ ત્રણ કલાકની ભારે જહેમત બાદ સમગ્ર આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. બનાવને પગલે પોલીસ, ફાયર બ્રીગેડ સહિતનો સ્ટાફ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો. આગની ઘટનામાં કેટલું નુકશાન થયું છે અને આગ કયાં કારણોસર લાગી તે હાલ જાણી શકાયું નથી. હાલોલ નગરમાં ટાયર તથા અન્ય સ્ક્રેપના ગોડાઉનો આવ્યા છે. છતાં પણ આ ગોડાઉનમાં કોઈ સેફટીના સાધનો વસાવવામાં આવ્યા નથી. સ્ક્રેપના ગોડાઉનમાં આગના બનાવો અનેક બનતા હોવા છતા તંત્ર ઘ્વારા હાલ સુધી કોઈ પણ પગલાં લેવમાં આવ્યા નથી.

રાજુ સોલંકી, ગોધરા.

Advertisement

Share

Related posts

શ્રવણ ચોકડી પાસે ડમ્પરની ટક્કરે બાઈક સવાર મહિલાને ઈજા

ProudOfGujarat

કરજણ ખાતે રેસ્ક્યુ ક્રાફટ બોટનું સફળ ટેસ્ટિંગ કરવામાં આવ્યું

ProudOfGujarat

વડોદરા : કરજણનાં સોમજ દેલવાડા વિસ્તારમાં દીપડાનું રેસ્ક્યુ કરવામાં વન વિભાગના કર્મીઓને સફળતા મળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!