Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંક્લેશ્વર-પાનોલી સહિત દક્ષિણ ગુજરાતની ઇન્ડસ્ટ્રિ માટે નાણાં ઉઘરાવાયા….

Share

૧૨  ડિસેમ્બરે અમદાવાદનાં કાર્યક્રમ માટે પૈસા ઉઘરાવનાર કોણ..??

તા-૧૨ ડિસેમ્બરેનાં રોજ અમદાવાદ ખાતે જી.પી.સી.બી. – જી.આઇ.ડી.સી. નાં અધિકારીઓના અભિવાદન સમારોહમાં દક્ષિણ ગુજરાતના જી.પી.સી.બી. ના એક અધિકારીએ નાણાં ઉઘરાવ્યા હોવાની ચર્ચા હાલ વિવાદો સર્જી રહી છે.મળતી આધારભુત માહિતી અનુસાર અંક્લેશ્વર-પાનોલી સહિત સમગ્ર ગુજરાતની તમામ ઓધ્યોગિક વસાહતો દ્વારા તા.-૧૨ ડિસેમ્બરે અમદાવાદ ખાતે સરકાર દ્વારા જાહેર કરાયેલ નવી નીતિ અને રાહતો માટેનો અભિવાદન સમારોહ યોજાયો હતો. જેનું જી.ડી.એમ.એ. એ નેત્રુત્વ લીધુ હતુ.આ સમારોહમાં આખા ગુજરાતના તમામ ઓધ્યોગિક વસાહતોના ઉધ્યોગ મંડળો ઉપરાંત સી.ઇ.ટી.પી.ના મેમ્બર્સ પણ સહયોગી હતા.આમ છતા કહેવાય છે કે દક્ષિણ ગુજરાતની ઓધોગિક વસાહતોનાં એક અધિકારીને આ સમારોહના નામે ભરૂચથી લઇ વાપી સુધીના ઉધ્યોગ ગ્રુહો અને ઉધ્યોગ મંડળો પાસે થી એક કરોડ ઉપરાંતનાં નાણાં ઉઘરાવ્યા હોવાની ચર્ચા છે.આ અધિકારી કોણ એ હવે તપાસનો વિષય છે.જ્યારે ખુદ સરકારી કર્મચારીઓ ઉધ્યોગના ફંકશનના નામે લાખો રૂપિયા ઉઘરાવી ખુદ સરકારને જ અંધારામાં રાખે ત્યારે તેમના પર કોણ  અંકુશ લાવશે એ હવે વિચાર માંગી લે એવી બાબત છે  ….

Advertisement

Share

Related posts

વિરમગામ તાલુકાના ડુમાણા ખાતે વિશ્વેશ્વર મહાદેવના મહારૂદ્ર યાગનો પ્રારંભ

ProudOfGujarat

નડિયાદ : મહેમદાવાદ પાસે કાર આઇસર સાથે ભટકાઇ, ત્રણના ઘટના સ્થળે જ મોત.

ProudOfGujarat

ભરૂચ ના વહાલુ ગામ નજીક અજાણ્યા વાહન ની અડફેટે ઇજાગ્રસ્ત યુવક નું મોત 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!