Proud of Gujarat
FeaturedCrime & scandalGujarat

અંકલેશ્વરના ગોપાલ નગર પાસે ભરાતા શનિવારી બજારમાંથી ફોન અને પાકીટની ચોરી કરનાર બે આરોપીની પોલીસે ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

Share

વિનોદભાઇ પટેલ

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના ભરકોદ્રા ગામના આયોધ્યા નગર-2 સોસાયટીમાં રહેતા બ્રીજકિશોર વિશ્વકર્મા શનિવારના રોજ ગોપલનગર બસ સ્ટેન્ડ નજીક ભરાતા શનિવારી બજારમાં ગયા હતા તે દરમિયાન તેઓના શર્ટના ખિસ્સામાંથી પાકીટ તથા મોબાઈલની ચોરી કરી કોઈ ચોરી ફરાર થઇ ગયો હતો. તેઓએ બનાવ અંગે જીઆઇડીસી પોલીસ મથકે ૧૫ હજારથી વધુના મુદ્દામાલની ચોરીની ફરિયાદનોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી તે દરમિયાન પોલીસે પાકીટ અને ફોનની ચોરી કરનાર સુરતના કોસાડ ખાતે રહેતા સલમાન મહેમુદ પટેલ અને અનીશ સબીર શેખને ઝડપી પાડી તેઓ પાસેથી મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

નર્મદા જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ અંગીરા તડવીએ જૂથવાદથી કંટાળી હોદ્દા પરથી રાજીનામું આપ્યાની ચર્ચા.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ સહિત ૧૦૦ ઉપરાંત કાર્યકરો ભાજપામાં જોડાયા.

ProudOfGujarat

માતરીયા તળાવની કમ્પાઉન્ડ વોલ સાથે ફોરવ્હીલર અથડાતા ધરાશયી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!