Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર- કારચાલકે સ્ટીયરીંગ ઉપરથી કાબૂ ગુમાવતા ફોરવહીલ ગાડી દુકાનમાં ઘુસી…

Share

વિનોદભાઈ પટેલ

આજરોજ બપોરના સમયે અંકલેશ્વરના ભરૂચી નાકા વિસ્તાર પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ફોરવીલ ગાડી બેકાબૂ બની હતી અને ડ્રાઇવરએ સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા એક બાઇક ચાલક ને ગંભીર રીતે ઇજા પહોંચાડી ફોરવીલ ગાડી એક દુકાનમાં ઘુસાડી દીધી હતી. જેમાં ડ્રાઇવર પોતાની કાર gj 5 cm 4785 નંબરની ગાડી ઘટનાસ્થળે જ છોડી ફરાર થઈ ગયો હતો. જ્યારે બીજી તરફ બાઇક સવારને ગંભીર ઇજા પહોંચવા પામી હતી. જેને સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને દુકાનદારનું ખૂબ મોટું નુકસાન પહોંચવા પામ્યું હતું. હાલ હજી અંકલેશ્વર શહેર પોલીસ ઘટનાસ્થળે પહોંચી નથી ત્યારે આ સમગ્ર ઘટનાને જોવા ખૂબ મોટી સંખ્યામાં પબ્લિકનું ટોળું થઈ ગયું હતું.

Advertisement


Share

Related posts

પાલેજ ગ્રામ પંચાયત દ્વારા કોરાના વાઇરસનાં કહેરમાં માનવતા મહેકાવી, વતન જતાં પરપ્રાંતીય માટે સતત 5 માં દિવસે જમવાની વ્યવસ્થા ચાલુ રાખી છે.

ProudOfGujarat

નેત્રંગના મોતિયા ગામે આંગણવાડીના ઓટલે જુગાર રમતાં 4 ઝબ્બે : 3 ફરાર

ProudOfGujarat

ભરૂચના કોંગી આગેવાનોની નર્મદા સંકટ અંગે વિપક્ષના નેતા પરેશ ધાનાણીને રજૂઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!