Proud of Gujarat
FeaturedGujaratHealth

વિરમગામ તાલુકામાં ૨૫મી એપ્રીલે વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરવામાં આવશે.આરોગ્ય કર્મચારીઓ માટે નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ પ્રોગ્રામ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.

Share

ન્યુઝ વિરમગામ
તસવીર-વંદના નીલકંઠ વાસુકિયા

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા વિરમગામ શહેરમાં ૨૫મી એપ્રીલે વિશ્વ મેલેરીયા દિનની ઉજવણી કરવામાં આવશે. આરોગ્ય કર્મચારીઓ માટે સેમીનારનું આયોજન કરવામાં આવ્યુ છે. થોડી સાવચેતી રાખવામાં આવે તો મેલેરીયાથી બચી શકાય છે.

Advertisement

તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણીના ભાગરૂપે વિરમગામ શહેરમાં આરોગ્ય કર્મચારીઓ માટે નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ પ્રોગ્રામ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય કર્મચારીઓ દ્વારા પોરાનાશક કામગીરી કરવામાં આવશે અને લોકોને મેલેરીયા રોગથી બચવાના ઉપાયો સમજાવવામાં આવશે. વિરમગામ તાલુકાના આરોગ્ય કર્મચારીઓ દ્વારા 104 ટોલ ફ્રી ફિવર હેલ્પ લાઇન વિશે માર્ગદર્શન આપવામાં આવશે. જુન માસની મેલેરીયા વિરોધ માસ તરીકે અને જુલાઇ માસની ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવણી કરવામાં આવશે.

વિરમગામ તાલુકા હેલ્થ સુપરવાઇઝર કે.એમ.મકવાણા એ જણાવ્યું હતું કે, મેલેરીયાથી બચવા માટે પાણીના ખુલ્લા વાસણો હવા ચુસ્ત ઢાંકણથી ઢાકીને રાખવા. પાણીની ટાંકી, ફુલદાની, કુલર, ફ્રીજની ટ્રે અઠવાડીયામાં એક વખત અવશ્ય સાફ કરો. ઘરની આસપાસ પાણી ન ભરાવા દો. પાણીના ખાડા ખાબોચીયા પુરી દો અથવા તો વહેવડાવી દો. કોઇ પણ તાવ મેલેરીયા હોય શકે છે. ઉલટી ઉપકા થાય, માથામાં દુખાવો થાય, શરીરમાં કળતર થાય, ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવે જેવા કોઇ પણ લક્ષણો જોવા મળે તો નજીકના સરકારી દવાખાનામાં જઇને નિશુલ્ક લોહીની તપાસ કરાવવી જોઇએ. મેલેરીયાનો ફેલાવો મચ્છરથી જ થાય છે એટલે મચ્છરની ઉત્પત્તિ અટકાવશો તો મેલેરીયા થતો રોકી શકાશે.


Share

Related posts

વડોદરા : મોટર સાયકલ પર દારૂ લઈને જતા યુવકનું બેલેન્સ બગડતાં ઢોર સાથે અથડાતા ભાંડો ફૂટ્યો… જાણો વધુ.

ProudOfGujarat

ગુજરાત ના રાજ્યપાલ પદે નવા વરાયેલા માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવ વ્રતજી એ સંસ્કૃત માં શપથ ગ્રહણ કર્યા…

ProudOfGujarat

ભરૂચ આઇનોક્ષ પાસેથી બુલેટની ચોરી કરનાર બે શખ્સોને પકડી પાડતી સી ડીવીઝન પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!