Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

વાગરા તાલુકાના ભેંસલી-કલાદરા રોડ ઉપરથી ગેરકાયદેસર હથિયારો સાથે ૬ ઈસમને ઝડપી પાડતી દહેજ પોલીસ…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ભેંસલી -કલાદરા રોડ ઉપરથી ગેરકાયદેસર હથિયાર સાથે ૬ ઈસમો ઝડપાયા હોવાનો બનાવ બન્યો હતો.દહેજ પોલીસે ઝડપેલ હથિયારોના બનાવ અંગે વધુ વિગતે જોતા ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ કોમ્બીંગ નાઈટમાં દરિયાઈ વિસ્તારો પર આવેલ બંદરો અને માછીમારી વસાહતો ચેક કરવાના હોય છે.ત્યારે દહેજ પોલીસના PI જે.એન.ઝાલા એ આપેલ સૂચના મુજબ તેમની ટીમના PSI આર.એસ.રાજપૂત તથા એસ.એન.પાટીલ તથા બીજા પોલીસ સ્ટાફના માણસો કોમ્બીંગ નાઈટમાં હતા ત્યારે મળેલ બાતમીના આધારે ભેંસલી ગામેથી રાત્રી દરમિયાન કલાદરા જવાના રોડ ઉપર આવતા કલાદરા ગામ તરફ ખેતરોમાં સફેદ કલરની બોલેરો પીકઅપ ગાડી નંબર -GJ ૧૬ Z ૯૫૬૬ ની અંદર શંકાસ્પદ ૬ ઈસમો પોતાના કબ્જામાં ગેરકાયદેસરના જીવલેણ શસ્ત્રો બાર બોર બંદૂક રાખી પશુઓનો શિકાર કરવા માટે રાત્રીના સમયે નીકળ્યા હતા જેમને ઝડપી લેવામાં આવ્યા છે.તમામ વિરુદ્ધ આર્મ્સ એક્ટ તેમજ વન સંરક્ષણ ધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ PSI એસ.એન.પાટીલ કરી રહ્યા છે.

Advertisement

ઝડપાયેલ ૬ આરોપીઓ

(૧).સુરેશભાઈ છોટુભાઈ મેકવાન ઉમર વર્ષ ૫૦ રહેવાસી નવી નગરી નંદેલાવ તા.જી ભરૂચ.
(૨).સફવાન ફિરોઝ પટેલ ઉમર વર્ષ ૨૪ રહેવાસી જીવાફળીયું દહેગામ તાલુકો ભરૂચ.
(૩).અબ્દુલ રહીમ મહંમદ પટેલ ઉમર વર્ષ ૫૨ રહેવાસી હાજી ફળિયું ખોજબલ તાલુકો વાગરા જિલ્લો ભરૂચ.
(૪).આરીફ મહંમદ પટેલ ઉમર વર્ષ ૪૯ રહેવાસી હાફેઝી ફળિયું દહેગામ જિલ્લો ભરૂચ.
(૫).સાકીર આરીફ પટેલ ઉમર વર્ષ ૨૨ રહેવાસી હાફેઝી ફળિયું દહેગામ જિલ્લો ભરૂચ.
(૬).સુલેમાન મહંમદ પટેલ ઉમર વર્ષ ૪૬ રહેવાસી હાફેઝી ફળિયું દહેગામ જિલ્લો ભરૂચ.


Share

Related posts

વડોદરાના દરજીપુરા એરફોર્સ સ્ટેશનમાં દેખાયેલા દિપડાને રેસ્ક્યુ કરાયો

ProudOfGujarat

ગોધરા : વિજ વિભાગ દ્વારા પ્રીમોન્સુનની કામગીરી કરવાની જીલ્લા પંચાયતના ઉપપ્રમુખની માંગ.

ProudOfGujarat

ભરૂચ તાલુકાના કંથારિયા ગામમાં કોમ્યુનિટી હોલનું ઉદઘાટન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!