Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા : ઉમલ્લા મુકામે ભાથીજી મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન.

Share

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગ‍ામે નવી વસાહત રુમાલપરા રોડ પર આવેલ ભાથીજી મંદિરે તા.૧૨ મીને મંગળવારના દેવ દિવાળીના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.ઝઘડીયા તાલુકા ભાજપા આદિજાતિ મોરચાના પ્રમુખ સંજયભાઇ વસાવાના જણાવ્યા મુજબ ભાથીજી મહારાજના જન્મોત્સવની ઉજવણી અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં તા.૧૨ ના રોજ સવારે ૧૦ વાગ્યે શોભાયાત્રા ,સાંજે ૫ વાગ્યે શ્રીફળ હોમવાનો કાર્યક્રમ, ૫-૩૦ કલાકે ભોજન પ્રસાદી તેમજ રાત્રે ૯ કલાકે રાસ ગરબાના કાર્યક્રમો યોજાશે.કાર્યક્રમમાં ભરુચના સાંસદ મનસુખભાઇ વસાવા, નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ,ઝઘડીયા ભાજપા પ્રમુખ નરેન્દ્રભાઈ વસાવા,રણજિતભાઇ વસાવા તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહેશે એમ જણાવવામાં આવ્યું છે.

Advertisement

Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેકટર વિરુદ્ધ સેવા શિસ્તના નિયમોના ભંગ બદલ શિક્ષાત્મક કાર્યવાહીની માંગ.

ProudOfGujarat

અંકલેશ્વર અને ભરૂચ પંથકમાં મુસ્લિમ બિરાદરના લોકો દ્વારા ઈદની શાંતિ પૂર્વક ઉજવણી કરાઈ.

ProudOfGujarat

રાષ્ટ્રીય અગ્નિશામક સેવા દિનના દિવસે જ પાનોલીની બે કંપનીમાં આગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!