Proud of Gujarat
GujaratFeaturedINDIA

છોટા ઉદેયપુર જીલ્લાનાં નસવાડી ગામનાં નવગામમાં સસ્તા અનાજનાં દુકાન સંચાલકો ગરીબ લોકોને અનાજ આપે છે પરંતુ પાવતી કાચી લખીને આપતા હોવાની લોકબૂમ ઉઠવા પામી છે.

Share

છોટા ઉદેયપુર જીલ્લાનાં નસવાડી તાલુકામાં આવેલ પછાત ગામોમાં અનાજ ચોરી કરવામાં આવી રહ્યું છે. સસ્તા અનાજનાં દુકાન સંચાલકો ગરીબોનું અનાજ ચોરી કરી રહ્યા છે પરંતુ ગરીબ લોકોને કોઈ સાંભળનાર નથી. આવો જ બનાવ નસવાડીનાં નવાગામ ખાતે ગરીબ માટે સરકારી યોજના થકી માલના સસ્તા અનાજનાં દુકાન સંચાલક જયસ્વાલ મહેશકુમાર મારફતે ગરીબને અનાજ તો આપવામાં આવે છે પરંતુ રૂપિયા લઈને પણ પાકી પહોંચ આપવામાં આવતી નથી. આ જયસ્વાલ મહેશકુમાર રીતસરનો અનાજ ચોરી કરતો હોવાની ફરિયાદ લોકોએ કરી છતાં જીલ્લા પુરવઠા ખાતાનાં અધિકારી કેમ પગલાં ભરતા નથી. આ લોકો ગરીબોનું અનાજ ચોરી રહ્યા છે તેમ છતાં પુરવઠા ખાતું કેમ તપાસ કરતું નથી. આ મામલે જીલ્લા પુરવઠા અધિકારીએ તપાસ કરવી જ રહી. કેમ કે આ દુકાન સંચાલક દ્વારા ગરીબોનાં હકકનું અનાજ ચોરીને ભ્રષ્ટાચાર કર્યો હોવાની લોકોમાં ચર્ચા થઈ રહી છે.

ગૌતમ વ્યાસ : કેવડિયા

Advertisement

Share

Related posts

વડોદરાની મોબાઇલની દુકાનમાંથી 22 મોબાઇલની ચોરીમાં રીઢો ચોર ઝડપાયો

ProudOfGujarat

અંકલેશ્વરના નવજીવન હોટેલ પાસેના રોડ પર ચાલુ ટેમ્પોમાં ભીષણ આગ લાગી.

ProudOfGujarat

આમોદની ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં પદવીદાન સમારંભ યોજાયો

ProudOfGujarat
error: Content is protected !!