Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : જહાંગીરાબાદ-દાંડી રોડ વચ્ચે આવેલા CNG પંપ પર સ્કૂલ વાનમાં અચાનક આગ લાગતા દોડધામ મચી હતી.

Share

સુરત જહાંગીરાબાદ-દાંડી રોડ વચ્ચે આવેલા CNG પંપ પર સ્કૂલ વાનમાં અચાનક આગ લાગતા દોડધામ મચી હતી. આગ લાગતા જ કાર ચાલક કાર છોડીને પંપની બહાર દોડી ગયો હતો. જોકે, પંપના કર્મચારીઓએ તાત્કાલિક ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. કર્મચારીઓની જાગૃતતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. વહેલી સવારે 6.30 વાગ્યે સ્કૂલ વાનમાં ગેસ ભરવા પિન ખોલતા જ આગ ભભૂકી ઉઠી હતી. બનાવ અંગે પંપના સુપર વાઈઝરે જણાવ્યું હતું કે, ધટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયર વિભાગનો કાફલો ધટના સ્થળે પહોંચી ગયો હતો. સ્કૂલ વાનમાં આગ લાગવાના પગલે રાહદારીઓ પણ પંપ પાસે પહોંચી ગયા હતા. જોકે, વાનમાં બાળકો ન હોવાથી બધાએ હાશકારો અનુભવ્યો હતો.

Advertisement

Share

Related posts

અમદાવાદ શહેરમાં ગેંગ બનાવી લોકોને પરેશાન કરતા : મોટા ભાગના આરોપીઓ સામે પાંચથી વધુ ગંભીર ગુના : કુલ 76 ગુના નોંધાયા.

ProudOfGujarat

વાગડીયા ગ્રામસભાના અધ્યક્ષે ગ્રામસભા મા 25જેટલાં મહત્વના ઠરાવો કરી તેના અમલીકરણ માટે રાજ્યપાલને ઉદ્દેશીને આમંત્રણ આપ્યું.

ProudOfGujarat

પાવરગ્રીડ ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટ સામે ખેડૂતોનો રોષ: યોગ્ય વળતર મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!