Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ ઝાડેશ્વર ટોલ પ્લાઝાના કર્મચારીઓ દ્વારા એક ટ્રક ચાલકના કંડકટરને માર મારવામાં આવ્યો હતો.

Share

ભરૂચના ઝાડેશ્વર ટોલ પ્લાઝાના કર્મચારીઓ દ્વારા એક યુવાન ટ્રકચાલકને માર માર્યાની ધટના પ્રકાશમાં આવી છે. ભરૂચના ઝાડેશ્વર ટોલ પ્લાઝાના બાઉન્સરોની લુખ્ખી દાદાગીરીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આજરોજ ભરૂચ ટોલનાકા બાઉન્સરો એક યુવાન ટ્રકચાલકને નિર્દય રીતે માર મારતા તેને ગંભીર ઈજા પહોંચી હતી, જેને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. આ બનાવ અંગે ટ્રક ચાલકના પરિવારજનો દ્વારા પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.દરમિયાન મળતી માહિતી પ્રમાણે આ ટ્રક ચાલક ફાયઝ રમજાન મદારા ઉંમર વર્ષ 21, મુળ છોટાઉદેપુરનો રહીશ છે અને છોટાઉદેપુરથી સુરત જતી વખતે ભરૂચના ટોલનાકા પાસે કોઈ કારણોસર ૧૫ થી 17 જેટલા લોકોએ તેના પર હિંસક હુમલો કર્યો હતો.

Advertisement

Share

Related posts

BSFએ છોડયા ૯૦૦૦ મોર્ટારઃ પાકિસ્તાની રેન્જર્સના ઓઇલ ડેપો અને ફાયરીંગ પોઝિશન્સ તબાહ

ProudOfGujarat

ભરૂચ : નબીપુર પોલીસ મથકની હદમાં રેપિડ એક્શન ફોર્સના જવાનોની ફ્લેગ માર્ચ યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ : સોફ્ટ શીપયાર્ડ કંપની દ્વારા સેફ્ટીની સવલતો તેમજ કર્મચારીઓને નોકરી આપવા સ્થાનિક રોજગાર સંધ દ્વારા કલેક્ટરને રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!