Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળામાં ગુજરાત રેંજર્સ ફોરેસ્ટ કોલેજ દ્વારા દાનની દીવાલની શરૂઆત.

Share

રાજપીપળાની રેંજર્સ ફોરેસ્ટ કોલેજના પ્રિન્સિપાલ ડૉ.કે રમેશ દ્વારા વડીયા પેલેસના મુખ્ય દરવાજા પાસે આજે દાનની દીવાલની શરૂઆત કરવામાં આવી છે.આ દીવાલનો મુખ્ય હેતુ દાન કરનાર પોતે બિન જરૂરી ચીઝ વસ્તુઓ મૂકી જાય અને જરૂરતમંદ ત્યાંથી પોતાની જરૂરિયાતની વસ્તુ લઇ જાય તે હેતુ રહેલો છે. આ બાબતે ગુજરાત રેંજર્સ ફોરેસ્ટ કોલેજના આચાર્ય ડૉ.કે રમેશે જણાવ્યું હતું કે આપણાં ધર્મમાં દાનનું ખૂબ મહત્વ છે અત્યારે શિયાળો ચાલી રહ્યો છે અને અમારી પાસે અહીંયા જગ્યા હતી અને આજે નવુંવર્ષ શરૂ થયું ત્યારે એક સારો વિચાર આવ્યો કે કોઇ ક નું ભલું થાય ત્યારે આ અભિગમ સાથે આજે આ દાનની દીવાલની શરૂઆત કરવામાં આવી છે. અહીંયા દાની અને દાન લેનાર બંને ગુપ્ત રહે છે. ઉપરાંત લોકોને પોતાની પાસે રહેલી વધારાની વસ્તુઓ આ દાનની દીવાલમાં મુકવા અનુરોધ કર્યો હતો.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

નર્મદા પરિક્રમાવાસીઓ માટે રહેવાની જમવાની વ્યવસ્થા ઉભી કરાઈ

ProudOfGujarat

કર્ણાવતી એક્સપ્રેસને નવસારી સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ :  14 ઓગસ્ટથી 12933 અને 15 ઓગસ્ટથી 12934 ટ્રેનનું નવસારી ખાતે પ્રાયોગિક ધોરણે રોકાણ

ProudOfGujarat

વિરમગામ ના દસલાણા ગામ પાસે ઘાયલ થયેલ મોરને જીવદયા પ્રેમીઓએ સારવાર આપી જીવ બચાવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!