Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા નદીને ફરી શહેરના કિનારે લાવવા માછી સમાજ દ્વારા આંદોલન છેડાયું, વિવિધ સુત્રોચ્ચાર કરી વાતાવરણ ગજવી મુક્યું હતું.

Share

ગુજરાતની જીવાદોરી સમાન ભરૂચ શહેરમાંથી ખળખળ વહી રહેલી નર્મદા નદીને પુનઃ વહેતી કરી ચેતનવંતી બનાવવા માટે માછી સમાજ દ્વારા આંદોલનનો પ્રારંભ કરાયો છે. જે અંતર્ગત માછી સમાજ દ્વારા ભરૂચ જિલ્લા સમાહર્તાને ગુરુવારના રોજ આવેદનપત્ર પાઠવી રજુઆત કરાઇ હતી. આવેદનપત્રમાં નર્મદા નદીને પુન:ચેતનવંતી કરી ભરૂચ શહેરનો વૈભવી ઇતિહાસ પરત લાવવાની માંગ કરી હતી. શિયાળામાં નર્મદા નદી અંકલેશ્વર છેડે વહેતી થતા ઉનાળામાં નદી નામશેષ થવાનો ભય વ્યક્ત કરાયો હતો. સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજના આગેવાનો દ્વારા નર્મદા નદી માટે અભિયાન છેડાયું છે. જીયો ઓર જીને દો, હમ હમારા હક માંગતે હૈ, નહીં કીસી સે ભીખ માંગતે હૈ જેવા વિવિધ સુત્રોચ્ચારોથી કલેકટર સંકુલ ગુંજી ઉઠ્યું હતું.

Advertisement

Share

Related posts

સામુહિક આરોગ્ય કેન્દ્ર જબુંસર માં રાષ્ટ્રીય પોષણ માસ ની ઉજવણી

ProudOfGujarat

ભરૂચના સ્પા સંચાલકની નિર્મમ હત્યા કેસમાં તેનો પાર્ટનર અને મેનેજર જ હત્યારા નિકળ્યા

ProudOfGujarat

રાજપીપળા : સરકારે ખેડૂત વિરોધી બિલ પાસ કરતા રાજપીપળા ખાતે નર્મદા યુથ કોંગ્રેસ દ્વારા મશાલ સળગાવી વિરોધ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!