Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાનાં હલદરવા ગામની સીમમાં ઝનોર ગામની પરણીતા અને તેના બાળકની લાશ મળી આવતા પરિવારજનોએ તેણે આપઘાત કર્યો હોવાનું કહેતા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે.

Share

ભરૂચ જિલ્લાના પાલેજ નજીક આવેલ કરજણ તાલુકાનું સરહદી ગામ હલદરવા ગામની સીમમાં એક મહિલા અને એક વર્ષના બાળકની લાશ મળી આવી હતી. લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસ દોડી આવી હતી. તપાસ કરતાં ભરૂચ તાલુકાના મનુબર ગામે રહેતી પરિણીતા હેતલ મુકેશ અને તેનો એક વર્ષનો પુત્ર તારીખ 20 થી ગુમ થઈ ગયા હતા જેઓ આજે મૃત હાલતમાં હલદરવા ગામની સીમમાં મળી આવ્યા હતા આ અંગે પોલીસે તપાસ કરતાં નજીકમાં ઝેરી દવાની બોટલ મળી આવી હતી

તેમજ પરિણીતાનું શરીર અર્ધનગ્ન હોવાથી પોલીસે અનેક શંકા-કુશંકાઓ વ્યક્ત કરી છે. પરંતુ પરિવારજનોના કહેવા મુજબ 20 તારીખે માતા પુત્ર ગુમ હતા અને તેમના આપઘાત કર્યો હોવાનું પોલીસને કહેતા પોલીસ હાલ તો અકસ્માત અંગે ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

વડોદરામાં શુકન મલ્ટીસ્પેશિયલીટી હોસ્પિટલના સહયોગથી મેગા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

આમોદ નગરપાલિકા મોડે મોડે જાગી, શાકભાજી બજાર ચામડિયા હાઈસ્કૂલનાં મેદાનમાં ખસેડાયું.

ProudOfGujarat

દક્ષિણ ગુજરાતનું પ્રખ્યાત ઉંબાડિયું અંકલેશ્વર રસિયા ની જીભે ચોટ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!