Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના હીરા બાગ વિસ્તારમાં સોનાના દાગીના બનાવતી કંપનીમાંથી કર્મચારી દ્વારા રૂપિયા 1 કરોડથી વધુના સોનાના પાવડરની ચોરી કરી હોવાનું સામે આવ્યું.

Share

સુરતના હીરા બાગ વિસ્તારમાં સોનાના દાગીના બનાવતી કંપનીમાંથી કર્મચારી દ્વારા રૂપિયા 1 કરોડથી વધુના સોનાના ભુકકાની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું.

વરાછા રોડ પર હીરા બાગ નજીક આવેલી લક્ષ્મી હોટલની પાછળ આવેલી ડેઝલ જ્વેલ્સ નામની કંપનીમાં સોનાના દાગીના બનાવવાનું કામકાજ કરવામાં આવે છે. ગત રાત્રિના એક વાગ્યા આસપાસ એક કર્મચારી દ્વારા દાગીના બનાવતી વખતે નીકળતાં સોનાના પાવડરની ચોરી કરવામાં આવી હતી. અંદાજે એકાદ કરોડથી વધુના સોનાના પાવડરની કર્મચારી દ્વારા ચોરી થઈ હોવાની જાણ સવારે થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. કંપનીના કર્તાહર્તાને ચોરી અંગે જાણ થતાં જ પોલીસ કાફલો બોલાવવામાં આવ્યો હતો. પોલીસે હાલ સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર GIDC પો.સ્ટે ના પ્રોહીબિશન ના ગુના માં નાસતો ફરતો આરોપીને ઝડપી પાડતી ભરૂચ પેરોલ સ્કોડ….

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસીમાં વાવે ગુજરાત અભિયાન અંતર્ગત સહિત અન્ય સંસ્થાઓના સહયોગથી વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું 

ProudOfGujarat

રાજપીપળા : દહેજ ભૂખ્યા પતિએ પત્ની પાસેથી દહેજની માંગણી કરતા પતિ સામે ફરિયાદ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!