Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાતમાં વકરતા જતા કોરોનાથી ચિંતા.

Share

કોરોનાની સમસ્યા દિવસે દિવસે વિકરાળ બનતી જાય છે.રવિવારના જનતા કરફ્યુની સફળતા જોતા દર અંતરનાં દિવસે સ્વૈચ્છિક જનતા કરફ્યુ રાખવામાં આવે તો તે પણ આશાવાદી પગલું ગણાય.ચીનમાંથી બહાર આવેલી કોરોના વાયરસની બિમારી જોતજોતામાં વિશ્વના અનેક દેશોમાં ફેલાઇ ગઇ.ભારતમાં પણ કોરોનાએ પગપેસારો કરતા અનેક રાજ્યોમાં વત્તા ઓછા પ્રમાણમાં કોરોના અસરગ્રસ્ત કે શંકાસ્પદ દર્દીઓ જણાયા.તંત્ર દ્વારા પણ તેને ડામવા જરૂરી તકેદારીના પગલા ભરાઇ રહ્યા છે,તે પણ એક રીતે પ્રસંશનીય છે જ.રવિવારનું જનતા કરફ્યુ સફળ રહ્યુ.લોકોએ ઘરોમાં રહીને તંત્રની અપીલને સહકાર આપ્યો. ત્યારે એ વાત અહિં જરૂરી લાગે છે કે કોરોના પર પકડ મેળવવા આંતરે દિવસે સ્વૈચ્છિક જનતા કરફ્યુ રાખવા જોઇએ.અને દરેક માટે માસ્ક પહેરવો ફરજિયાત કરી દેવો પડે. કોરોનાની વિકરાળતા જોતા આપણે તાત્કાલિક વધુ અસરકારક પગલા ભરવા પડશે.જનમેદનીનો ભરાવો થતો હોય એવા મેળા તેમજ વધારે લોકો એકઠા થતાં હોય તેવા તમામ સ્થળો પર અચોક્કસ મુદત માટે પાબંદી લગાવી દેવી જોઇએ.જોકે કોરોના અસરગ્રસ્ત દર્દીઓમાંથી કેટલાક સાજા પણ થયા છે, અને એ વાત આપણા માટે જમા પાસુ ગણી શકાય.કોરોનાના વૈશ્વિક ફેલાવાથી સમગ્ર વિશ્વ હાલ ચિંતિત છે.સુરતમાં કોરોના અસરગ્રસ્ત દર્દીનું મોત થયુ તે વાત ગુજરાતમાં પણ કોરોનાની ભયાનકતા તરફ નિર્દેશ કરે છે.ત્યારે કોરોનાને વધતો અટકાવવા એકદમ કડક પગલા ભરવા જરૂરી બન્યા છે.કેટલાક રાજ્યોએ અમુક સ્થળોએ તાળાબંધી કરી છે ત્યારે હજી વધારે સ્થળોએ જરૂર જણાતા તાળાબંધી કરવી પડે તો તે પણ આવકાર્ય ગણાશે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : સ્વર્ગીય અહમદભાઈ પટેલ સાહેબનાં સ્મરણ અર્થે સ્ટેચ્યુ બનાવવા અને અન્ય કરાયેલી જાહેરાતને પૂર્ણ કરવા સ્થાનિક સામાજિક સંસ્થા દ્વારા ઉદ્યોગ મંડળને રજૂઆત.

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના બીજા ત્રિમાસિકના પરિણામો : નાણાકીય વર્ષ 2024 ના પહેલા છ મસિકમાં રૂ. 124.72 અબજના જીડીપીઆઈ સાથે ઉદ્યોગ કરતાં આગળ વધી

ProudOfGujarat

વડોદરા : કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!