Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિસાવદર : સરસઈ ગામે રહેતા પટેલ યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત.

Share

વિસાવદર તાલુકાના સરસઈ ગામે રહેતા રણછોડભાઈને બે પુત્ર હોય જે ધંધા અર્થે સુરત મુકામે હોય તેમાં જયેશભાઈ રણછોડભાઈ જોધાણી ઉંમર વર્ષ 40 તે સુરત મુકામે તેના પરિવાર સાથે હિરા ઘસવાનું કામ કરતા હોય જ્યારે થોડા સમયથી હીરામાં મંદી આવેલ હોવાથી અને મંદીના કારણે તે તેમના પરિવાર સાથે સરસાઈ મુકામે આવી ગયેલ જ્યારે જયેશભાઇને તેના પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું કે તેમને થોડીક તકલીફ હોવાથી અને સુરત તેમજ જૂનાગઢની દવા ચાલતી હોય જેથી કરી તેઓ હાલ સરસઈ મુકામે રહેતા હતા. હાલ કોરોનાના કારણે સમગ્ર દેશ અને શહેર તેમજ ગામડાઓમાં પણ લોક ડાઉન હોય જેથી કરીને જયેશભાઇને માનસિક તનાવ રહેતો હતો તેમ જાણવા મળેલ હતું. જ્યારે 10/4/2020 ના રોજ સવારના તે તેમની વાડીએ જવાનું કહી પોતાની નિજ વાડીએ રૂમમાં દોરડું બાંધીને ગળાફાંસો ખાઇ લીધો હતો જેની જાણ થતાં વિસાવદર ઈમરજન્સી સેવા ૧૦૮ તેમજ વિસાવદર પોલીસને તે અંગેની જાણ કરવામાં આવી હતી. જ્યારે આ બનાવની જાણ વિસાવદર પોલીસને થતાં તુરંત સ્થળ પર પહોંચી જયેશભાઈ લાશનો કબજો મેળવી વિસાવદર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં સ્થળ પણ ડોક્ટર દ્વારા તેમજ પી.એમ કરવાની તજવીજ હાથ ધરી હતી. આ બનાવની તપાસ વિસાવદર પી.આઈ એન.આર. પટેલ ચલાવી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચનાં વિવિધ વિસ્તારોમાંથી જુગાર રમતા જુગારીઓ ઝડપાતા સનસનાટી: એલ.સી.બી પોલીસનો સપાટો જેના પગલે જુગારીયાઓમાં ગભરાટ

ProudOfGujarat

ભરૂચ ખાતે કોરોનાની ત્રીજી લહેરને અનુલક્ષીને યોજાયેલ બેઠકમાં સર્વગ્રાહી સમીક્ષા કરાઇ.

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં વાંકલ ખાતે ત્રણ તાલુકાનાં ખેડુતોને દેશી ગાય નિભાવ ખર્ચ માટે ૧૧૩૩ અને પ્રાકૃતિક કૃષિ કિટ યોજના હેઠળ ૧૧૯૨ ખેડુતોને મંજુરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!