Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરોના પોઝિટિવ કેસ અંતર્ગત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ વણાકપોરની મુલાકાત લીધી.

Share

ભરૂચ જિલ્લામાં કોરોનાનો પગ પેસારો થતાં જિલ્લામાં પણ કોરોના પોઝિટિવ દર્દીઓ જણાતા તંત્ર દ્વારા ઘટતા પગલા લેવાઇ રહ્યા છે.ઝઘડીયા તાલુકાના વણાકપોર ગામે એક યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ગામને સીલ કરી દેવાયુ છે.આજે ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા તેમજ વડોદરા રેન્જ આઇજી અભય ચુડાસમાએ વણાકપોર ગામની મુલાકાત લીધી હતી.રાજપારડી પીએસઆઇ જાદવે અધિકારીઓને જરૂરી માહિતી આપી હતી.ગામની મુલાકાત બાદ અધિકારીઓએ ગામમાંથી કોઇ વ્યક્તિ બહાર જાય નહિ તેમજ કોઇ બહારનું ગામમાં આવે નહિં, તે બાબતે તકેદારી રાખવા સુચન કર્યુ હતુ.વધુમાં અધિકારીઓએ આ બાબતે ડ્રોન કેમેરાથી નજર રાખીને વ્યવસ્થા જાળવવા સુચના આપી હતી.વણાકપોર ગ‍ામે કોરોના પોઝિટિવ દર્દી જણાતા ગામમાં આવવા જવાના રસ્તા સીલ કરાયા છે. નિયમનો ભંગ કરનારા વિરુદ્ધ ગુના દાખલ કરાશે એમ વધુમાં જણાવાયુ હતુ.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

વાંકલ સરકારી વિનયન કોલેજની વિદ્યાર્થીની એ રાજ્ય કક્ષાની બોક્સિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતી ગૌરવ વધાર્યું

ProudOfGujarat

આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડીયા ભરૂચમાં-સત્તામાં રહેલા લોકોની બેદરકારીના કારણે રામ મંદિરનું નિર્માણ નથી થતું: તોગડીયા

ProudOfGujarat

સુરેન્દ્રનગર જિલ્લાનાં લીંબડી ગામ ખાતે સરકારની સુચના મુજબ વિના મૂલ્યે રાશનનો પુરવઠો આપવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!