Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : કોરોનાનાં બે દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો.

Share

પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે દાખલ કરવામાં આવેલા કોરોનાના બે દર્દીઓ આજે સારા થઇ જતા રજા આપવામાં આવી હતી.કુલ જીલ્લામાં ૨૩ જેટલા કેસો નોંધાયા છે.જેમાંથી બેના મોત થયા હતા. પંચમહાલમાં કોરોના પોઝીટીવ રહેલા દર્દીઓને રજા આપવામા આવી હતી. રેખાબેન તાવિયાડ અને હસન ઝુબેર નામના બે દર્દીઓ કોરોના વાયરસના રોગને મ્હાત આપી હતી. સિવિલ ખાતે ઊભા કરવામા આવેલા આ આઇસોલેશન વોર્ડ ખાતે તેમની સારવાર કરવામાં આવી હતી અને તેઓ સ્વસ્થ થયા હતા,સિવિલ ખાતે તેમને તાળી પાડીને વિદાય આપવામાં આવી હતી.વધુમાં હાલ ૨૩ જેટલા કેસો નોંધાયા છે.તેમાંથી બેના મોત થયા છે.હાલ કોરોનાનો ચેપ વધુના પ્રસરે તે માટે જીલ્લા વહિવટી તંત્ર, પોલીસ કામગીરી કરી રહી છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

કરજણ હાઈવે પરથી સ્ટેટ વિજિલન્સે દારૂ ભરેલું કન્ટેનર ઝડપી એક ઈસમની ધરપકડ કરી.

ProudOfGujarat

ભરૂચ નેત્રંગનાં કેલ્વી કુવા ગામ નજીક વોલ્વો કારને અકસ્માત નડયો, કાર ઝાડ સાથે અથડાતા ફુરચે-ફુરચા ઉડી ગયા.

ProudOfGujarat

રાજપીપળા પાલિકા દ્વારા 2.26 કરોડના વિકાસ કામોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!