Proud of Gujarat
GujaratINDIALifestyle

ગોધરા : મધ્યમવર્ગને સરકાર આર્થિક મદદ કરે તેવી આમ આદમી પાર્ટી દ્વારા જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરાઈ.

Share

કોરોના વાઇરસ સંક્રમણના કારણે સમગ્ર ભારત સહિત ગુજરાતમાં દિન પ્રતિદિન વધી રહેલા કોરોના વાઇરસ કેસોમાં આમ આદમી અને ગરીબ મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી બની છે. જેથી પંચમહાલ જિલ્લાના આમ આદમી પાર્ટીના ગુજરાત સ્ટેટ ટીમ મેમ્બરના પ્રભારી પિયુષભાઈ પરમાર
દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી કે પંચમહાલ જિલ્લા સહિત ગોધરામાં કોરોના વાઇરસની મહામારી અને લોકડાઉનની પરિસ્થિતિમાં મધ્યમ વર્ગના લોકો અને ગરીબ પરિવારોને મદદ કરવા માટે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ગોધરા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે લોકડાઉનની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ મધ્યમ વર્ગના લોકો અને ગરીબ પરિવારોનું વીજળીબિલ, સ્કૂલની ફી માફ કરવા, તથા વેપારીઓ દુકાનદારોને ફરજીયાત માસ્ક પહેરવાનું અને રિક્ષા,ટેક્ષી ચાલકોને મહિને ૫૦૦૦ રૂપિયા કે તેથી વધારે માસિક રાહત ફંડ આપી આર્થિક મદદ કરવા માટે જિલ્લા કલેકટર સહિત ગુજરાતના મુખ્યમંત્રીને રજુઆત કરી છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચના ટંકારીયા ગામ ખાતે કેનાલ લીકેજ થવાના કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકશાન.

ProudOfGujarat

ગત દિવાળીના અરસામાં ઝાડેશ્વરના મહેશ નિઝામા પર હુમલો થયો હતો.જાણો હુમલો કરનાર કોણ અને કેમ હુમલો કર્યો? સોપારી કેટલાની અપાય…

ProudOfGujarat

આજે ” નેશનલ મિલ્ક ડે ” નાં ભાગરૂપે ભરૂચની દૂધધારા ડેરી દ્વારા બાઇક રેલી યોજી હોસ્પિટલના દર્દીઓને ફ્રૂટ વિતરણ કર્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!