ભરૂચ જિલ્લામાં દહેજ સ્થિત ઉદ્યોગોમાં છેલ્લા 2 દિવસથી અમુક કંપનીમાં કામદારોનાં પગાર ના મળવાના મુદ્દે કંપની કામદારો પોતાનું કામ છોડીને રસ્તા પર ઉતરી ગયા હતા. આજરોજ આવો બનાવ ATG ટાયર બનાવતી કંપનીમાં જોવા મળ્યો હતો. 500 કામદારો એક સાથે રોડ પર ઉતરી આવતા દહેજ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મામલાને થાળે પાડવાની કોશિશ કરી હતી. ત્યારે દહેજ પોલીસ સ્ટેશનના પી.આઈ.શ્રી ગોહિલ સાહેબે કામદારોનાં પ્રતિનિધિને કંપની મેનેજમેન્ટ સાથે વાત કરવા માટેની મધ્યસ્થા કરી છે. પરંતુ લેબર કમિશનરનો પરિપત્ર બતાવીને કામદારોને પગારથી વંચિત રાખવાનો સરકારનો ઈરાદો હોય તેવું સાબિત થયું રહ્યું છે માટે કહી શકાય કે આ સરકાર ગરીબો વંચિતોની નહીં પરંતુ ઉદ્યોગપતિઓની સરકાર છે.જે કામદારોને તેમનું વેતન આપવામાં પણ નિષ્ફળ ગઈ છે.
Advertisement