Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા પરવડી પાજરાપોળ ખાતે શ્રમજીવી મજૂરોને જમવાની વ્યવસ્થા કરવામાં આવી.

Share

પંચમહાલ જીલ્લાના ગોધરા પાસે પરવડી ગામ ખાતે આવેલી જીવદયા પાજરાપોળના પ્રમુખ જયંતિભાઇ શેઠ દ્વારા લોકડાઉનમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામા આવી રહ્યું છે,હાલ લોકડાઉન હોવાને કારણે શ્રમજીવી વર્ગની હાલત કફોડી બની છે.ત્યારે પરવડી પાસે અવરજવર કરતા શ્રમજીવી અને તેમના બાળકોને માટે નાસ્તા પાણી જમવાની નિ:શુલ્ક વ્યવસ્થા કરવામા આવી છે. હાલ લોકડાઉનને કારણે ગુજરાતમાં મજુરી કામ કરતા શ્રમજીવીઓ પોતાના માદરે વતન પાછા ફરી રહ્યા છે.અહીઁ રાજકોટથી નિકળેલા મજૂરોના ગ્રુપે થોડાક સમય માટે આસરો લીધો હતો.જેમને સંસ્થા દ્વારા ફળફળાદી પાણીની વ્યવસ્થા કરવામા આવી હતી. આ મજૂરો રાજકોટથી ઉત્તર પ્રદેશના બાંદ્રા ચાલતા જવા નીકળ્યા હતા. ગોધરા શહેરથી પસાર થતો ઇન્દોર-અમદાવાદ હાઇવે માર્ગ મધ્યપ્રદેશને જોડતો હોઈ અહી અન્ય રાજ્યોના પરપ્રાંતિયો ચાલતા જ પોતાના માદરે વતન જઇ રહ્યા છે.ત્યારે રસ્તામાં આવી સેવાભાવી સંસ્થાઓ મદદરુપ બની રહી છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

લુણાવાડામાં ગૌરક્ષાદળ અને શિવસેના દ્વારા પોલીસની મદદથી ચાર ગૌવંશને બચાવાયા

ProudOfGujarat

ગરૂડેશ્વર તાલુકાનાં ભીલવશી ગામ ખાતે શ્રાવણીયો જુગાર રમતા કુલ-૨ આરોપીઓને કુલ ૫૬,૬૧૦/- નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડતી નર્મદા LCB પોલીસ.

ProudOfGujarat

બોલિવૂડના ખ્યાતનામ સિંગર બપ્પી લહેરીની વડોદરા સાથેની જૂની યાદો તાજી કરતા કમલેશ પરમાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!