Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાનાં મોરતલાવ ગામ નજીક કેનાલમાંથી અજાણ્યા ઇસમની લાશ મળી આવી.

Share

ઝઘડીયા તાલુકાનાં મોરતલાવ ગામ નજીક કરજણ નદીની કેનાલમાંથી એક અજાણ્યા ઇસમની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી, આ લાશ પાણીના પ્રવાહમાં તણાઇને આવી હોય તેમ જાણવા મળયુ હતું. આજરોજ સવારે ઝઘડિયા પોલીસને કોઇ વ્યક્તિ દ્વારા જાણ કરવામાં આવી હતી કે મોરતલાવ ગામ નજીક કરજણ નદીની કેનાલમાં એક અજાણ્યા ઇસમની લાશ તરતી દેખાય છે. ત્યારબાદ ઝઘડિયા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને પાણીમાંથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી ત્યાર બાદ લાશને પી.એમ. અર્થે વાલીયા હોસ્પિટલ ખાતે ખસેડવામા આવી હતી. આ વ્યક્તિ જમણા પગેથી અપાહિજ જેવો લાગી રહયો છે અને શરીર પર પેન્ટ પહેરેલી છે તેમજ પાંચથી છ ફૂટની ઊંચાઈ અને ઉંમર આશરે ૩૮ વર્ષ જણાય છે, આ વ્યક્તિની કોઈ ઓળખ ના થવાથી એ કોણ છે અને કેવી રીતે મૃત્યુ થયું છે એ દિશામાં તપાસ કરવા ઝઘડિયા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

ગોધરા : રદ કરાયેલી જુની રૂ. ૫૦૦ નાં દરની નોટો સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડતી ગોધરા બી ડીવીઝન પોલીસ.

ProudOfGujarat

કોઠિયા-સડથલા ગામ વચ્ચે ઇકો પલટી જતાં પતિનું મોત, પત્ની બે સંતાન ઘાયલ

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાનાં સભાખંડ ખાતે નારી શક્તિનું સન્માન કરાયું..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!