Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઇંગ્લીશ દારૂ તથા બીયર બોટલ તથા ટીન મળી કુલ ૪૫૦૦૦/- નો મુદ્દામાલ શોધી કાઢતી નેત્રંગ પોલીસ.

Share

નેત્રંગ તાલુકામાં નવાનગર ગામે નેત્રંગ પોલીસે રેડ કરી ને રૂપિયા ૪૫,૦૦૦/- નો ઇગ્લીશ દારૂ તથા બીયર બોટલ તથા ટીન સહિતનો મુદ્દામાલ જપ્ત કરી નેત્રંગ પોલીસે આગળની તપાસ હાથ ધરી. અંક્લેશ્વર વિભાગ તરફથી મળતા માર્ગદર્શન મુજબ જીલ્લામાં પ્રોહી, જુગારની અસામાજીક પ્રવૃત્તિ ચલાવતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અંગેની સુચના આપવામાં આવી છે. જેના આધારે પ્રયત્ન શીલ હતા તે દરમ્યાન અ.પો.કો. જીગ્નેશભાઇ જશવંતભાઇ. ને મળેલ બાતમી આધારે પો.સ.ઇ. શ્રી બી.એસ.ગામીત તથા સ્ટાફના માણસોએ તા.૩૦/૦૫/૨૦૨૦ ના રોજ નવાનગર ગામે નવી વસાહત નજીક ખુલ્લી જગ્યામાં આવેલ ઝાડી ઝાંખરામાં આરોપી વાસુદેવ જશુભાઈ વસાવા, રહે.નવી વસાહત, નવા નગર, તા.વાલીયા જી.ભરૂચનાએ સંતાડી રાખેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો કુલ નંગ -૨૭૯/- કિ.રૂ .૪૫,૦૦૦/- નો પ્રોહી મુદ્દામાલ શોધી કાઢેલ છે. અને સદર મુદામાલ મંગાવી સંતાડી રાખનાર આરોપી વાસુદેવ જશુભાઈ વસાવા ની નાઓની શોધખોળ કરી અટક કરવા અંગેની તજવીજ ચાલુ છે.

બ્રિજેશ પટેલ:- નેત્રંગ

Advertisement

Share

Related posts

૧૮૧ અભયમની ટીમના કુશળ કાઉન્સેલિંગ થકી ઘરે પરત ફરી કિશોરી

ProudOfGujarat

વિરમગામ શહેરમાં ઐતિહાસિક રામમહેલ મંદિર થી અષાઢી બીજ ના દિવસે યોજાનાર ભગવાન જગન્નાથ ની 36 મી રથયાત્રા ની તડામાર તૈયારીઓ.

ProudOfGujarat

ભરૂચનાં ઝાડેશ્વર નજીક એસ.ટી બસની અડફેટમાં બાઇક આવતાં સર્જાયેલ અકસ્માતમાં દંપતીનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!