Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા સીઝનના પ્રથમ વરસાદની ધમાકેદાર એન્ટ્રી નદીનાળા છલકાયા.

Share

ઉમરપાડા તાલુકાના મથક સહિત વાડી અને કેવડી વિસ્તારમાં સિઝનના પ્રથમ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતાં કેવડી અને ઉમરપાડાના બજારમાં પાણી ભરાયા હતા. આજે બપોરે અચાનક વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને પવન ફૂંકાવાની સાથે જોરદાર વરસાદ શરૂ થયો હતો ઉમરપાડા તાલુકા મથક ના પ્રવેશ દ્વાર પાસે ના ગરનાળા ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર અટકી ગયો હતો નજીકના વેપારી મથક કેવડી ગામમાં સતત બે કલાક સુધી અવિરત વરસાદ ચાલુ રહેતા નારા પાણીથી છલકાઈ ગયા હતા. તાલુકાના નસારપુર વાડી સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ થયો હતો ઉમરપાડા તાલુકાની બે મુખ્ય નદીઓ વીરા નદી અને મોહન નદીમાં પુર આવ્યા હતા. જેના કારણે ઠેર ઠેર નદી-નાળાઓ ઉપર પાણી ભરાતા અવર-જવર બંધ થઈ જવા પામી હતી.

Advertisement

Share

Related posts

નવી વંદે ભારત એક્સપ્રેસે તોડ્યો બુલેટ ટ્રેનનો રેકોર્ડ, માત્ર 52 સેકન્ડમાં 100 KMની ઝડપ.

ProudOfGujarat

માંગરોળ : મોસાલી મુકામે દાતાઓના સહયોગથી મૈયત માટે મફત ગુસલખાનુ તૈયાર કરવામાં આવ્યું.

ProudOfGujarat

માંગરોળ : વાંકલ વિસ્તારના 25 ગામોમાં જ્ઞાન સંપ્રદાય દ્વારા ભગવાન કરુણા સાગર અંતર ધ્યાન દિવસ ભાદરવા તેરસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!