Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમલ્લા રેલ્વે ફાટકનાં બે દિવસનાં મેન્ટેનન્સ કામ દરમિયાન ફાટક પરનો રોડ ડામરયુક્ત કરાયો.

Share

અંકલેશ્વર રાજપીપલા રેલ્વે લાઇન પર ઉમલ્લા મુખ્ય બજારની ફાટકની બે દિવસીય મેન્ટેનન્સ કામગીરી પુર્ણ થતાં વાહનો હવે આવજા કરતા થયા છે.બે દિવસીય કામગીરી અંતર્ગત ઉમલ્લાની રેલ્વે ફાટક પરનો રોડ ડામર પાથરીને વ્યવસ્થિત બનાવાતા હવે તેનો લાભ અશા, પાણેથા, ઇન્દોર વેલુગામ પંથકનાં ગામોને મળશે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ રેલ્વે દ્વારા અંકલેશ્વર રાજપીપલા રેલ્વે લાઇન પર ફાટકો અને ટ્રેકની મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે. તે અંતર્ગત બે દિવસ પહેલા ઝઘડીયા તાલુકાનાં ઉમલ્લા ગામે મુખ્ય બજારમાં આવેલ રેલ્વે ફાટકનાં મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે પુર્ણ થતાં હવે વાહનોની રેલ્વે ફાટક પરથી અવરજવર પુન: શરૂ થવા પામી છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ.

Advertisement

Share

Related posts

તિલકવાડા તાલુકા સાવલી- ગંભીરપુરા રોડ ઉપર ટ્રકના વ્હીલ સાથે મોટર સાઇકલ અથડાતા અકસ્માતમાં મોટર સાઇકલ ચાલકનું મોત.

ProudOfGujarat

પીએમ શ્રી થવા બ્રાન્ચ પ્રાથમિક શાળામાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું; 14 કૃતિઓ દ્વારા વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિક પ્રતિભા દર્શાવી : સર્જન એસ.વસાવાના હસ્તે રીબીન કાપી પ્રદર્શન ખુલ્લું મુકાયું; મહેમાનોએ બાળ વૈજ્ઞાનિકો સાથે કર્યો જ્ઞાનસભર સંવાદ : પીએમ શ્રી થવા બ્રાન્ચ શાળામાં વિજ્ઞાનનો દબદબો! 14 કૃતિઓ સાથે બાળ વૈજ્ઞાનિકોએ દર્શાવી પ્રતિભા

ProudOfGujarat

ઝાડેશ્વરમાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગા-પ્રાણાયામ કાર્યક્રમ યોજાયો, 150થી વધુ લોકોએ લીધો લાભ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!