Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચનાં જુના સરદાર બ્રિજ પર ખાડો પડતાં ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ.

Share

ભરૂચનાં જુના સરદાર બ્રિજ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર ગઈકાલ રાતથી સરદાર બ્રિજનાં બંને છેડા તરફ ટ્રાફિકજામ થવા માંડયો હતો. જે આજે સવારે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. તેથી ટ્રાફિક પોલીસે ભરપૂર પ્રયાસો કર્યો હોવા છતાં તેમાં સફળતા પ્રાપ્ત થઈ ન હતી. મળતી માહિતી મુજબ પુલ પર ખાડો પડયો હોવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. જયારે આ અંગે વધુ તપાસ કરતાં પુલ પરનાં ખાડાનાં સમારકામ માટે તંત્રને જાણ કરી હોવા છતાં સમારકામ થયું નથી જેના પગલે ટ્રાફિકજામની સમસ્યા વધુ વકરી છે. બંને તરફ લાગેલ વાહનોની કતારને પગલે વાહનચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે. આ ખાડો વહેલી તકે પુરાવામાં આવે તેવી લોકમાંગ ઊભી થઈ છે.

Advertisement

Share

Related posts

સિહોર નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા સેલ પેટ્રોલ પમ્પ પર ફાયરની બેઝિક ટ્રેનિંગ યોજાઇ.

ProudOfGujarat

ભરૂચમાં સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા ડેન્ગ્યુ તાવથી બચવા માટે સંકટ મોચન હનુમાનજી મંદિર લિંક રોડ ખાતે હર્બલ પેય (ઉકાળો) નું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ શહેરના નારાયણ નગરમાં પાકી બાતમીને આધારે રેડ કરતાં બુટલેગરનાં ઘરેથી 50 હજાર ઉપરાંતનાં મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!