Proud of Gujarat
INDIAFeaturedGujarat

કોરોનાનાં વધતાં કેસ સામે ભરૂચ જિલ્લામાં સવારનાં ૭ થી બપોરનાં ૪ વાગ્યા સુધી દુકાનો-ધંધા ચાલુ રાખવાનું કલેક્ટર દ્વારા જાહેરનામુ બહાર પડાયું.

Share

રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં દિવસે દિવસે ચિંતાજનક વધારો થઇ રહ્યો છે.આમાં ભરૂચ જિલ્લામાં પણ કોરોના સંક્રમિત કેસની સંખ્યામાં નોંધપાત્ર વધારો દેખાય છે.ત્યારે જિલ્લામાં વધતા કોરોના સંક્રમણને અનુલક્ષીને ભરૂચ જિલ્લા કલેક્ટર ડો.એમ.ડી.મોડીયાએ દુકાનો- ધંધા બપોરના ૪ વાગ્યા સુધી જ ખુલ્લા ર‍ાખવા માટેનું જાહેરનામું બહાર પાડયું છે.જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પડાયેલા જાહેરનામા મુજબ જિલ્લામાં તા.૯ જુલાઈ ૨૦૨૦ થી તા.૨૨ જુલાઇ ૨૦૨૦ (બન્ને દિવસો સહિત) સુધી તમામ પ્રકારના શોપીંગ કોમ્પલેક્ષ, શાક માર્કેટ, શાકભાજી, પાન મસાલાની દુકાનો, ચા નાસ્તાની લારીઓ- દુકાનો ( મેડિકલ અને દુધ પાર્લરની દુકાન સિવાય), તમામ વોક વે, બાગ – બગીચા સવારનાં ૭ વાગ્યાથી બપોરના ૪ વાગ્યા સુધી જ ખુલ્લા રાખી શકાશે. વધુમાં જણાવાયા મુજબ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ પર શિક્ષાત્મક પગલા ભરાશે. ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણ ભરૂચ જિલ્લામાં શહેરી વિસ્તારો ઉપરાંત ગ્રામ્ય સ્તરે પણ વધી રહ્યુ હોઇ, સંક્રમણને વધતુ અટકાવવા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

ખેડા : વીજ કર્મચારીઓની પડતર માંગણીઓ અંગે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

અમદાવાદ રિવરફ્રન્ટ પર બનાવવામાં આવેલ અટલ બ્રિજ પર આવતીકાલથી પૈસા આપી જવું પડશે.

ProudOfGujarat

ઝઘડીયા ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરનું લોકાર્પણ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!