Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચનાં નેત્રંગ ખાતે નવા પોલીસ સ્ટેશન, પી.એસ.આઇ. કવાટર્સ, પોલીસ કર્મચારી કવાટર્સનું ઇ લોકાર્પણ કરવામાં આવ્યું.

Share

નેત્રંગ ખાતે ઇ લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં નેત્રંગમાં નવું પોલીસ સ્ટેશન, પી.એસ.આઇ. કવાટર્સ અને પોલીસ કર્મચારી માટે રહેણાંક કવાટર્સ જે રૂ.2 કરોડ 84 લાખનાં ખર્ચે નિર્માણ પામેલ છે તથા ભરૂચનાં પોલીસ હેડ કવાટર્સ ખાતે પોલીસ કર્મચારીઓ માટે 32 રહેણાંક કવાટર્સ જે રૂ.2 કરોડ 4 લાખનાં ખર્ચે નિર્માણ થયેલ છે. આ તમામ સંકુલોનું આઇ લોકાર્પણ ગુજરાત રાજયનાં ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા ગાંધીનગરથી કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણનાં કાર્યક્રમમાં મનસુખભાઇ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તથા નેત્રંગ તાલુકા અને ભરૂચ જીલ્લાનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

નર્મદાના કેવડિયા ન્યુ બિલ્ડીંગ રેલવે સ્ટેશનમાં વાવાઝોડાથી પતરા ઉડ્યા.

ProudOfGujarat

પાનોલી GIDCમાં ફોર્કલિફ્ટ પલટી જતાં યુવાનનું મોત

ProudOfGujarat

અંક્લેશ્વરની બેઈલ કંપનીનો ગુજરત સરકાર સાથે MOU

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!