Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ગૌરક્ષા દળ દ્વારા ક્રુરતાપૂર્વક વહન કરાતા 16 જેટલા પશુઓને બચાવી લેવાયા.

Share

ભરૂચ નજીકથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી અવારનવાર ક્રુરતાપૂર્વક પશુઓને વાહન કરતાં વાહનો પસાર થાય છે. સામાન્ય રીતે આ વાહનો કતલખાના તરફ જતાં હોય છે. આવા સમયે ગૌરક્ષા દળ ભરૂચ દ્વારા મળેલ ચોકકસ માહિતીનાં આધારે વોચ ગોઠવી હતી. આ વોચ દરમ્યાન માહિતી મુજબનું વાહન પસાર થતાં તેને અટકાવી તપાસ કરાતા આ વાહન મહેસાણાથી મહારાષ્ટ્રનાં કોલાપુર કતલખાના તરફ જઇ રહ્યું હતું. જેમાં 9 ગાય અને 7 વાછરડા ક્રુરતાપૂર્વક લઈ જવાતા હતા. જેને ગૌરક્ષા દળ ભરૂચે બચાવી લીધા હતા તેમજ આ પશુઓને કરજણ પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રક ડિવાઈડર પર ચઢી જતા અકસ્માત સર્જાયો : માલિક ટ્રક મૂકીને ફરાર.

ProudOfGujarat

ઉઠાંતરી કરેલ મોટર સાયકલ સાથે રીઢો ગુનેગાર ઝડપ વામાં પેરોલ ફ્લો સ્કૉડ ને સફળતા સાપડી

ProudOfGujarat

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ પોલીસ તંત્ર સતર્ક, વાગરાના સંવેદનશીલ વિસ્તારોમાં કરાયું ફૂટ પેટ્રોલીંગ અને ફ્લેગ માર્ચ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!