Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : પ્રોહિબિશનનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ.

Share

ભરૂચ પોલીસતંત્ર દ્વારા નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા અંગે ઝુંબેશ ચાલી રહી છે. જેના અનુસંધાને ભરૂચ પેરોલ ફર્લો સ્કોડને મળેલ બાતમીનાં આધારે અંકલેશ્વર શહેર પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મુજબની જગ્યા પર નાસતા ફરતા આરોપી અક્ષય ઉર્ફે એલેક્ષ ઉર્ફે લાલુ ગોપાલભાઈ પટેલ રહે. સાંઇ દર્શન સોસાયટી રાજપીપળા ચોકડી, અંકલેશ્વરને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ આરોપી અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનનાં પ્રોહિબિશનનાં ગુનામાં વોન્ટેડ હતો. આરોપીને કોરોના ટેસ્ટ કરાવવા તેમજ આગળની તપાસ કરાવવા અંકલેશ્વર શહેર પોલીસને સોંપવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

નર્મદા સેસન્સ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો : પત્નીની હત્યા કેસમાં આરોપીને આજીવન કેદ

ProudOfGujarat

સુરેન્દ્રનગર જીલ્લાનાં લીંબડી પંથકમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ.

ProudOfGujarat

ભરૂચ નર્મદા મૈયા બ્રિજ પરથી યુવતીએ લગાવી મોતની છલાંગ : સ્યુસાઇડ નોટમાં પ્રેમ સંબંધનો કર્યો ઉલ્લેખ, પોલીસે મામલે તપાસ આરંભી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!